Gujarat : એક તરફ BJPના ઉમેદવારોના નામને લઈ આતુરતા હતી,તો બીજી તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આ બેઠકો પર ઉમેદવારો બદલાશે..! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-21 12:14:47

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ધીમે ધીમે ચૂંટણીનો માહોલ પણ જામશે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી રહી છે. એક તરફ મતદાતાઓને ઉમેદવારોના નામને લઈ ઉત્સુક્તા જોવા મળી રહી છે. પોતાના વિસ્તારનો ઉમેદવાર કોણ તે જાણવાનો રસ મતદાતાઓને હોય છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી લીધી છે પરંતુ હવે એવી વાતો થવા લાગી છે કે બે ઉમેદવારોની ટિકીટ ભાજપ પાછી લઈ શકે છે અને એ છે બનાસકાંઠાની તેમજ વલસાડની બેઠક. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે રેખાબેન ચૌધરી તેમજ ધવલ પટેલની ઉમેદવારી પાછી ભાજપ લઈ શકે છે.     


22 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે 

ગુજરાતમાં 26 લોકસભા સીટો આવેલી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે 7 બેઠકો માટે જાહેર કર્યા છે. પરંતુ અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે જેને કારણે 6 ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે જ્યારે ગઠબંધન અંતર્ગત બે સીટો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અનેક ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે તો અનેક ઉમેદવારોને ચાન્સ આપવામાં આવ્યો છે. 


આ બેઠકો માટે ભાજપ બદલી શકે છે ઉમેદવાર!

એવી ચર્ચાઓ થઈ રહી છે કે બે બેઠકો પર ભાજપ ઉમેદવારોને બદલી શકે છે. અને એ બેઠક છે વલસાડ તેમજ બનાસકાંઠા બેઠક. બનાસકાંઠામાં ભાજપે રેખાચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે તો કોંગ્રેસે પણ મજબૂત ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે. આ બેઠક પર બેન Vs બેનની ટક્કર જોવા મળવાની છે. તો બીજી તરફ વલસાડ બેઠક માટે ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બે બેઠકો પર ભાજપ ઉમેદવાર બદલી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સામાન્ય રીતે ભાજપ જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરે છે ત્યારે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે જોવું રહ્યું કે ભાજપ ઉમેદવારોના નામને બદલે છે કે આ માત્ર વાતો છે... 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?