સરકારી કર્મચારીઓને બઢતી અને બદલી માટે CMને ભલામણ ન કરવાનો હુકમ, ઊર્જા વિભાગે કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-31 15:11:16

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમના મનગમતા સ્થળે બદલી કે પ્રમોશન માટે કોઈ સંસદ સભ્ય, ધારાસભ્ય, સત્તાધારી પાર્ટીના ઉચ્ચ પદાધિકારીની ભલામણથી કામ કઢાવી લેતા હોય છે. જો કે તેના કારણે વહીવટી માળખું ખોરવાય છે, આજ કારણે હવે રાજ્ય સરકારના ઊર્જા વિભાગે અધિકારીઓને બદલી માટે મુખ્યમંત્રીને સીધી ભલામણ ન કરવા આદેશ કર્યો છે.


ઊર્જા વિભાગે બહાર પાડ્યો પરિપત્ર


ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમિટેડ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને જણાવાયું છે કે તેમણે તેઓની સેવાકીય બાબતો જેવી કે, બઢતી, બદલી, ઉચ્ચતર પગાર-ધોરણ, ખાતાકીય તપાસ અથવા નોકરીને લગતી અન્ય કોઈ બાબતો અંગે મંત્રીઓ, સંસદ સભ્ય, ધારાસભ્ય કે મુખ્યમંત્રી કાર્યાલયનો સીધો સંપર્ક કરવો નહીં. સદર પ્રકારની રજૂઆતથી સર્વિસ રેગ્યુલેશન 232 અને 233નો ભંગ થાય છે.


ભલામણ પ્રથા સરકારી સિસ્ટમનો સડો


રાજ્યમાં ભલામણ વગર કોઈ સરકારી કામ થતાં નથી, આજ કારણે રાજ્યના સરકારી વિભાગોમાં બઢતી અને બદલી માટે કર્મચારીઓ ઘણી વખત ગાંધીનગરના ધક્કા પણ ખાતા હોય છે. પોતાની બદલી માટે કર્મચારીઓ ધારાસભ્યો અને મંત્રીઓને મળી ભલામણ કરતા હોય છે. તેમ છતાં જો કામ ન થાય તો મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ ભલામણ કરે છે. પોલીસ વિભાગમાં પણ બઢતી અને બદલી માટે અવારનવાર ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય વગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પોલીસકર્મીઓ પોતાના મનપસંદ પોસ્ટિંગ માટે અવારનવાર ભલામણો કરતા હોય છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?