Gujarat : ભ્રષ્ટાચાર વગર એક કામ પણ ના થાય! લાંચ લેતા આટલા કર્મચારી આવ્યા પકડમાં! વિધાનસભામાં સરકારે રજૂ કર્યો આંકડો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-15 15:07:25

જ્યારે પણ આપણે સરકારી ઓફિસમાં જઈએ છીએ કામ કરાવા ત્યારે સામાન્ય રીતે આપણા દિમાગમાં એક જ વાત આવતી હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડશે! આપણા મનમાં એ વાત કદાચ ઘર કરી ગઈ છે કે પૈસા આપ્યા વગર સરકારી ઓફિસમાં કામ કરાવવું કદાચ અશક્ય છે. જો પૈસા નહીં આપીએ તો આપણી ફાઈલ આગળ નહીં વધે અને આપણું કામ અટકી જશે વગેરે વગેરે... આવા વિચારો આપણામાંથી અનેક લોકોના મનમાં આવતા હશે. ત્યારે વિધાનસભામાં આંકકો રજૂ કરવામાં આવ્યો છે કે લાંચ લેતા કેટલા અધિકારીઓ પકડાયા છે? આ સવાલનો જે  જવાબ આપવામાં આવ્યો છે તે સાંભળીને તમે ચોંકી જશો... 


લાંચ લેતા અધિકારીઓને પકડવા માટે એસીબી કરે છે કામ 

ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં એવી રીતે સંકળાઈ ગયો છે કે લાંચ આપ્યા વગર કામ કરાવવું અશક્ય બની ગયું છે. જ્યાં સુધી લાંચ નહીં આપો ત્યાં સુધી તમારી ફાઈલ આગળ નહીં વધે, આ વાત કડવી લાગે છે પરંતુ આ વાસ્તવિક્તા છે. લાંચ લેતા અધિકારીઓને, કર્મચારીઓને પકડવા એસીબી કામ કરતી હોય છે. અનેક વખત એસીબી દ્વારા મૂકવામાં આવેલી જાળમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાઈ જતા હોય છે. ઘણી વખત તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે કે માત્ર 200-300 રૂપિયાની લાંચ લેતા અધિકારીઓ પકડાય છે. જ્યારે આવા સમાચાર આવે છે ત્યારે એક પ્રશ્ન થાય કે નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ રહી જાય છે. 


શું કહે છે સરકારી આંકડો? 

વિધાનસભામાં સરકાર દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યા છે જેમાં લાંચ લેતા કર્મચારીઓ પકડાયા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર દ્વારા વિધાનસભામાં આ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર એસીબી તંત્ર દ્વારા 2022માં અને 2023માં વર્ગ-1ના અનુક્રમે 9 અને 7 અધિકારઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જ્યારે આ બે વર્ષમાં વર્ગ-2ના અનુક્રમે 28 અને 29 અધિકારીઓનો ભ્રષ્ટાચાર પકડી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જ્યારે વર્ગ-3ના 247 અને વર્ગ-4 ના 16 મળીને કુલ 264 જેટલા નાના કર્મચારીઓ ગેરરીતિ કરતાં તંત્ર દ્વારા પકડાયા છે. એવી પણ માહિતી સામે આવી છે કે ગૃહવિભાગના  કર્મચારીઓ સૌથી વધારે લાંચ લેતા પકડાયા છે. 


નાની નાની માછલીઓ પકડાઈ જાય છે પરંતુ મોટી મોટી માછલીઓ બચી જાય છે!

તે ઉપરાંત મહેસૂલ વિભાગના 40, પંચાયત-ગ્રામ વિકાસ વિભાગના 37, શિક્ષણ વિભાગના 15, શહેરી વિકાસ વિભાગના 36, ઉર્જા વિભાગના 10 અધિકારી- કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. મહત્વનું છે કે નાના કર્મચારીઓ, અધિકારીઓ લાંચ લેતા ઝડપાય છે, 200-300 રુપિયાની લાંચ લેતા કર્મચારીને પકડી લેવામાં આવે છે પરંતુ કરોડોની લાંચ લેતા મોટા માછલા ક્યારેય નથી પકડાતા... એવી આશા રાખીએ કે મોટી માછલીઓ પણ પકડાય. 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.