Gujarat : Congress ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તેની પહેલા જાણીલો સંભવિત ઉમેદવારોના નામ, ઉમેદવાર બને તે પહેલા જ શરૂ કરી દીધો પ્રચાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-12 17:03:30

લોકસભાની ચુંટણી આવે એ પહેલા રોજ રાજનીતિમાં નવો ભૂકંપ આવે છે ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે જેમાં ગુજરાત કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થશે પણ અમુક નામો એવા છે જે જાહેર થાય પહેલા જ ફિક્ષ જેવા જ છે. એવું માનવામાં આવે છે કે તેમને જાણ કરી દેવામાં આવી છે કે તે ચૂંટણી માટે તૈયારી કરી રાખે.  


62 બેઠકો માટે કોંગ્રેસ કરી શકે છે ઉમેદવારના નામ જાહેર 

આજે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ છે. જેમા 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. બીજી યાદીમાં ગુજરાત કોંગ્રેસના 24 બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે તેવી વાતો થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને વલસાડ, અમદાવાદ પશ્ચિમ અને પોરબંદર બેઠકોના ઉમેદવારોના તો જાણે નક્કી જ છે  દિલ્હીમાં ચાલી રહેલી CECની બેઠક દરમિયાન જ પોરબંદરથી લલિત વસોયાને ચૂંટણી લડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. 


કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ?

હાઈકમાન્ડે મોટા ભાગના ઉમેદવારોને અત્યારથી કહી દીધું છે કે તમે તૈયારીઓ શરૂ કરી દો જો પોરબંદરથી કોંગ્રેસ લલીત વસોયાને મેદાને ઉતરે છે તો એમની સામે મનસુખ માંડવિયા મેદાને છે , બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ નક્કી જેવુ છે વલસાડથી અનંત પટેલ, પાટણથી ચંદનજી ઠાકોરને ચૂંટણી લડવાનું કહી દેવામાં આવ્યુ છે. બનાસકાંઠામાં પણ ચિત્ર ક્લિયર છે કે ત્યાં ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા છે રેખા બેન સામે ત્યાં ગેની બેન પણ અહિયાં કોકડું ગુંચવાયું છે કારણકે કાંતિ ખરાડીએ પણ ઉમેદવારીની વાત કરી છે 


પોતાના ધારાસભ્યોને કોંગ્રેસ ઉતારી શકે છે ઉમેદવાર તરીકે!

વાત ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતની કરીએ તો કોંગ્રેસ પોતાના ધારાસભ્યને જ મેદાને ઉતારી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પાસે માત્ર એક જ ધારાસભ્ય છે. નવસારીની વાંસદા બેઠક પર અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. અનંત પટેલ વલસાડથી ચૂંટણી લડી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલ કોંગ્રેસ માટે મોટો ચહેરો છે. આદિવાસીઓ વચ્ચે પોતાના આક્રમક મિજાજના કારણે પણ જાણીતા છે 


ભાજપે ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવાર કર્યા છે જાહેર 

ગુજરાતમાં 26 બેઠકો પૈકી 2 બેઠકો પર ગઠબંધનના ઉમેદવાર નક્કી છે જેમાં ભાવનગર બેઠક પર આપના ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા મેદાને છે હવે આ વાત તો કોંગ્રેસ અને ગઠબંધનની હવે વાત ભાજપની કરીએ તો ભાજપની પણ બેઠકો ચાલી રહી છે ભાજપે સૌથી પહેલા 195 ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાંથી 15 ઉમેદવાર ગુજરાતના હતા.હવે બાકીની 11 સીટમાંથી 4થી 5 સીટ પર નો રિપિટ થીયરી અપનાવી શકે છે.જેમાં અમરેલીમાં  નારણ કાછડીયાનું પત્તું કપાય શકે છે અને આવાતો અનેક નામ છે જેના પત્તું કપાય શકે છે ત્યારે કોનું પત્તું કપાય છે કોને લોટરી લાગે છે તે જોવાનું રહ્યું..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?