Gujarat: 26 Loksabha બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી ફોર્મ, જાણો કઈ બેઠક પર સૌથી વધારે નામાંકન દાખલ થયું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-20 11:26:09

દેશમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે... 102 બેઠકો માટે મતદાન થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ગુજરાતની 26 લોકસભા સીટો પર એકસાથે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ભાજપના તેમજ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો શક્તિપ્રદર્શન કરી નામાંકન દાખલ કરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં તેમના સમર્થકો, પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર હતા... ત્યારે ગુજરાતની 26 બેઠકો માટે કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેની માહિતી સામે આવી છે જે મુજબ 544 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. 544 ઉમેદવારોમાંથી માત્ર 30 જ મહિલાઓ છે જેમણે ફોર્મ ભર્યા છે.. 


ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે અને આપે કર્યું છે ગઠબંધન 

7મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 26 બેઠકો માટે રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરવામાં આવી હતી. રાજ્યની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે અને બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો અને ઉમેદવારોએ દાવેદારી નોંધાવી દીધી છે. 



કઈ બેઠકો પર કેટલા ઉમેદવારોએ નોંધાવી દાવેદારી?

મળતી માહિતી અનુસાર 26 બેઠકો માટે 544 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે.... મહત્વનું છે ગુજરાતમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તેનું ચિત્ર સ્પષ્ટ 22 તારીખે થશે કારણ કે 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાય છે... કઈ બેઠક પર કેટલા ફોર્મ ભરાયા તેની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ માટે 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ગાંધીનગર માટે 53 ઉમેદવારોએ જ્યારે વડોદરા બેઠક માટે 34 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. ભાવનગર લોકસભા બેઠક માટે 30, સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે 29, જામનગર લોકસભા બેઠક માટે 27 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તે સિવાય ખેડા બેઠક પર 25 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. 


અમદાવાદ પશ્ચિમ બેઠક માટે આટલા ભરાયા ફોર્મ 

બાકી રહેલી લોકસભા સીટોની વાત કરીએ તો બનાસકાંઠામાં 24 ફોર્મ ભરાયા છે, જ્યારે પોરબંદરમાં 24 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અમરેલીમાં 24, દાહોદમાં 21, સુરત લોકસભા બેઠક માટે 20 ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવ્યું છે. અમદાવાદ પશ્ચિમ માટે ભરાયેલા ફોર્મની વાત કરીએ તો 19 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 19 ઉમેદવારોએ પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવારી ભરી છે. આણંદની બેઠક માટે 18 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું છે. 


22 એપ્રિલ સુધી ફોર્મ લઈ શકાશે પરત 

મહેસાણા તેમજ નવસારીમાં 17 ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે વલસાડ બેઠક, કચ્છ બેઠક માટે પણ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જૂનાગઢ લોકસભા બેઠક માટે 26, રાજકોટ બેઠક માટે 11 જ્યારે ભરૂચ લોકસભા બેઠક માટે 11 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.. પંચમહાલમાં 10 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સૌથી ઓછા ઉમેદવારી ફોર્મ બારડોલીમાં ભરાયા છે. 9 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉલ્લેખનિય છે કે 26 બેઠકો માટે 500થી વધારે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે... ત્યારે ચૂંટણીમાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની ખબર 22 એપ્રિલે પડશે.. ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે.. 



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...