આજનો જમાનો ડિજિટલનો જમાનો થઈ ગયો છે. દરેક વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર વડાપ્રધાન મોદી સતત ભાર આપતા રહે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓ પણ આ માર્ગે ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સૂચનો બાદ ગુજરાત સરકારના મંત્રીઓ ટેક્નોલોજીનો ઉપયોગ પોતાના કામકાજમાં કરી રહ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે ઓનલાઈન અપોઈન્મેન્ટની વ્યવસ્થા કરી છે.
હર્ષ સંઘવી બન્યા ટેક્નોસેવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની કાર્યશૈલીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. મંત્રીઓની મુલાકાત લેવા અનેક લોકો આવતા હોય છે. ત્યારે મંત્રીના ઓફિસની બહાર ભીડ ન થાય તે મંત્રીઓએ ઓનલાઈન અપોઈન્મેન્ટ આપવાની શરૂઆત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં પ્રવેશતાની સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર બેસાડવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ આવે છે તેમની તમામ વિગતો, સમસ્યા કે રજૂઆત અંગેની માહિતી આ ઓપરેટર કોમ્પ્યુટરમાં અપડેટ કરે છે. મુલાકાત બાદ આ રજૂઆત અંગે થયેલી કાર્યવાહીની તમામ માહિતી ઓનલાઈન અપડેટ કરવામાં આવે છે. તે સિવાય ભીખુસિંહ પરમારે પણ ઓફિસની બહાર ક્યુ આર કોડ લગાડવામાં આવ્યો છે.
ઓફિસમાં ઓનલાઈન અપોઈમેન્ટની કરાઈ વ્યવસ્થા
અનેક લોકો મંત્રીઓને મળવા આવતા હોય છે. ત્યારે મુલાકાતે આવતા લોકો માટે ઓનલાઈન અપોઈમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પોતાની ઓફિસમાં આ સિસ્ટમ લાગુ કરી છે.
બારકોડ સ્કેન કરી મેળવી શકાશે અપોઈન્મેન્ટ
જો હજી સુધી મંત્રીની મુલાકાત લેવી હોય તો કાર્યાલય ખાતે જઈ એક પરચી ભરીને મુલાકાત મેળવી શકાતી હતી. પરંતુ હવે ઓનલાઈન અપોઈમેન્ટ લેવાની રહેશે. મંત્રીઓના કાર્યાલયની બહાર મોબાઈલ બોક્સ પાસે ક્યુઆર કોર્ડ રાખવામાં આવશે. આ કોર્ડને સ્કેન કરી મુલાકાત માટેની વિગતો ભરવાની રહેશે. આમ ઓનલાઈન અપોઈમેન્ટના માધ્યમથી મંત્રીઓની મુલાકાત લઈ શકાશે. આવનાર સમયમાં આ સિસ્ટમ અનેક મંત્રીઓ માટે લાગુ કરવામાં આવશે.