દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 102 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા થઈ રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક ઉમેદવારાએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને અનેક ઉમેદવારો આજે નામાંકન નોંધાવાના છે. ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ઉપરાંત રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરવાના છે...
અમિત શાહ આજે નોંધાવશે દાવેદારી
ગુજરાતમાં 7મેના રોજ મતદાન થવાનું છે. મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.. ઉમેદવારોએ જોરશોરથી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગુજરાત માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. મોટા ભાગના ઉમેદવારોએ નામાંકન નોંધાવી દીધું છે જ્યારે અનેક ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ગઈકાલે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે શક્તિપ્રદર્શન કર્યું હતું. રોડ શો કર્યો હતો. ત્યારે આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે.
સી.આર.પાટીલ પણ નવસારી બેઠકથી ભરશે ઉમેદવારી ફોર્મ
અમિત શાહ સિવાય નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ફોર્મ ભરવાના છે. તે ઉપરાંત રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે નામાંકન દાખલ કરાવાના છે. રાજકોટ લોકસભા બેઠક છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે કારણ કે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમની ટિકીટ રદ્દ કરવાની માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહી છે.. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં પરેશ ધાનાણી ફોર્મ ભરશે.. ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા તેઓ જનસભાને સંબોધશે તેવી માહિતી સામે આવી છે... તે ઉપરાંત જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે... મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ આજે ફોર્મ ભરવાના છે...
ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા ઉમેદવારો કરે છે શક્તિપ્રદર્શન
એક તરફ નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ફોર્મ ભરવાના છે આજે તો કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ પણ આજે ઉમેદવારી નોંધવાના છે... મહત્વનું છે કે ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે પહેલા ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવતું હોય છે. અનેક ઉમેદવારોના વીડિયો સામે આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમના સમર્થનમાં પહોંચે છે... સભામાં, રોડશોમાં ઉમટતી ભીડ વોટમાં પરિવર્તિત થાય છે તે ચાર તારીખે ખબર પડશે...