ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. 25 બેઠકો માટે મતદાન પ્રક્રિયા થવાની છે. ગુજરાતમાં 26 બેઠકો છે પરંતુ સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા હતા જેને કારણે ત્યાં મતદાન નથી થવાનું.. ગુજરાતની બાકીની 25 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે કયા ઉમેદવાર ક્યાંથી અને તેમની સામે કયા ઉમેદવાર છે તે જાણી લો.. કયા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. અનેક જાણીતા ચહેરાઓનું ભવિષ્ય આવતી કાલે નક્કી થવાનું છે..
વડોદરા બેઠક એવી હતી જ્યાં ઈતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા છે. પહેલા રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો અને તે બાદ ડો. હેમાંગ જોશીને ઉમેદવાર બનાવ્યા. આવી જ વસ્તુ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પણ જોવા મળી. ત્યાં પણ ઉમેદવારને બદલવામાં આવ્યા..