માત્ર ગણતરીના દિવસો બાદ દેશમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ જશે.. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 બેઠકોમાંથી અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. અલગ અલગ લોકસભા બેઠકોના સમીકરણો આપણે જાણ્યા ત્યારે આજે બીજી બે બેઠકોના સમીકરણો જાણીશું... એક બેઠક છે નવસારી લોકસભા બેઠક અને બીજી બેઠક છે રાજકોટ લોકસભા બેઠક....
સી.આર.પાટીલ છે નવસારીના સાંસદ
નવસારી લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2008માં કરાયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી. નવસારી પરથી 2009થી બીજેપીના સી.આર.પાટીલ જીતતા આવ્યા છે . હાલમાં તેઓ BJPના પ્રદેશ પ્રમુખ છે. 2019માં તો આ બેઠક ૬,૮૯,૦૦૦ ના માર્જીનથી જીતાઈ હતી .આ વખતે કોંગ્રેસ પાર્ટીએ નૈષધ દેસાઈને ટિકિટ આપી છે તો ભાજપે સી.આર.પાટીલને રિપીટ કર્યા છે.
આ બેઠકમાં આવે છે આ લોકસભા બેઠક
આ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ આવે છે - નવસારી,લીંબાયત,ઉધના,મજુરા,ચોર્યાસી, જલાલપોર , ગણદેવી આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ તમામ બેઠકો જીતી લીધી હતી. નવસારી લોકસભાના સામાજિક સમીકરણોની તો વાત કરીએ તો આદિવાસી, અનાવિલ બ્રાહ્મણ, કોળી , મુસ્લિમ, વણિક, પાટીદાર સમાજો નિર્ણાયક બને છે.
પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે થઈ રહી છે ચર્ચા
હાલ ગુજરાતમાં રાજકોટ લોકસભાની ચર્ચાઓ ચાલી રહી છે.. આ લોકસભા બેઠક એટલા માટે ચર્ચામાં છે કારણ કે BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનને લીધે સતત વિવાદમાં છે. સામે કોંગ્રેસ પાર્ટીએ પરેશ ધાનાણીને ટિકીટ આપી છે. આ રાજકોટે UN ઢેબર, મીનુ મસાની, ઘનશ્યામ ઓઝા, કેશુભાઈ પટેલ જેવા નેતાઓને દિલ્હી મોકલ્યા છે .
કોંગ્રેસના આ નેતા જીત્યા છે અહીંયાથી ચૂંટણી
1989થી BJPનો ગઢ છે . માત્ર 2009માં કોંગ્રેસના કુંવરજી બાવળીયા ચૂંટાયા હતા. આ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ જેમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ , રાજકોટ ગ્રામીણ, જસદણ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJPએ જીતી લીધી હતી . વાત કરીએ ત્યાંના સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર , દલિત , ક્ષત્રિય , કોળી , વણિક સમાજ નિર્ણાયક બને છે . તો જોઈએ રાજકોટ લોકસભાના આ પાણીપતના જંગમાં કોણ જીતે છે?