7મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. 26 બેઠકો પર મતદાતા મતદાન કરી પોતાના પસંદીદા ઉમેદવારને સંસદ મોકલશે.. રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, અનેક ઉમેદવારોએ નામાંકન ફોર્મ પણ ભરી દીધું છે. ઉમેદવારોને જાહેર કરતા પહેલા રાજકીય પાર્ટી અનેક સમીકરણો પર ધ્યાન આપતી હોય છે. ત્યારે ગુજરાતની બે બેઠકો પર આજે ચર્ચા કરીશું... એક અમદાવાદ પૂર્વની અને બીજી બેઠક મહેસાણા લોકસભા બેઠક...
કઈ પાર્ટીએ કોને આપી છે ટિકીટ?
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી . 2009થી જ BJPનો ગઢ છે . એક સમયે બોલિવૂડના એક્ટર પરેશ રાવલ 2014માં અહીંથી ચૂંટાયા હતા. કોંગ્રેસે આ વખતે રોહન ગુપ્તાને ટિકિટ આપી પણ પછી તેઓ BJPમાં જોડાઈ ગયા અને હવે અમદાવાદના ભૂતપૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે . તો સામે BJPએ હસમુખભાઈ પટેલને રિપીટ કર્યા છે.
કોણ છે અમદાવાદ પૂર્વના નિર્ણાયક મતદાતાઓ?
આ અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ. દહેગામ,ગાંધીનગર દક્ષિણ , વટવા, નિકોલ, નરોડા , ઠક્કરબાપા નગર, બાપુનગર. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJP દ્વારા જીતી લેવાઈ હતી. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પંચાલ, ઠાકોર, દલિત, હિન્દી ભાષી સમાજના લોકો નિર્ણાયક બને છે.
મહેસાણા લોકસભા સીટમાં આવે છે આ વિધાનસભા બેઠક
હવે વાત કરીએ મહેસાણા લોકસભા બેઠકની. આ લોકસભા બેઠક 1984થી BJPનો ગઢ છે. ત્યાં માત્ર બે જ વાર કોંગ્રેસ પાર્ટી જીતી શકી હતી. 1999માં બીજી વાર 2004માં. આ વખતે BJPએ હરિભાઈ પટેલને ટિકિટ આપી છે , જ્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ રામજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. આ મહેસાણા લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ. ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મેહસાણા, વિજાપુર, માણસા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે વિજાપુર સિવાયની તમામ બેઠક જીતી લીધી .માત્ર વિજાપુર સીટ કોંગ્રેસના ખાતામાં ગયી.
રાજકીય પાર્ટીઓએ આમને બનાવ્યા છે ઉમેદવાર
વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર, દલિત, ઠાકોર મતો નિર્ણાયક બને છે. આ વખતે મેહસાણા લોકસભા પર BJPના ઉમેદવારે પણ જુથવાદનો સામનો કરવો પડ્યો છે. તો આ તરફ કોંગ્રેસના ઉમેદવારે વોટ સાથે નોટ પણ માંગ્યા છે . તો જોઈએ મેહસાણા લોકસભાની જનતા પોતાના કયા દીકરાને સંસદમાં મોકલશે?