Gujarat Loksabha Election Candidate : 11 બેઠકો પર ભાજપના સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-06 16:59:22

ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ કરવામાં આવ્યા છે. ઉમેદવારોના નામની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે પાંચ નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે અનેક સાંસદોની ટિકીટ કપાઈ શકે છે આ વખતે પરંતુ તેવું ના થયું. ત્યારે બાકી રહેલા 11 ઉમેદવારોને લઈ અટકળો ચાલી રહી છે. ભાજપ કોને ટિકીટ આપે છે તેની પર સૌ કોઈની નજર છે એવું માનવામાં આવી રહ્યું છે પાંચ જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી મહિલા ઉમેદવારોને ઉતારી શકે છે.



ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામનું લિસ્ટ કર્યું જાહેર!

ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. સાત તબક્કામાં આ ચૂંટણી યોજાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા તો આની જાહેરાત નથી કરવામાં આવી. પહેલા ઉમેદવારની યાદી જ્યારે જાહેર થઈ તેમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 15 બેઠકોમાંથી બે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી છે. ત્યારે બાકી રહેલી બેઠકો પર કોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.


ગુજરાતની આ બેઠકો માટે ઉમેદવાર નથી કરવામાં આવ્યા જાહેર!

11 બેઠકોના ઉમેદવારો અંગેની વાત કરીએ તો બાકી રહેલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી તદ્દન નવા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ હોઈ શકે છે. ઉમેદવારોના નામને લઈ પાર્ટીમાં મનોમંથન કરવામાં આવ્યું. અલગ અલગ બેઠકો પર સેન્સ પ્રક્રિયા કરવામાં આવી, રાજ્યસ્તરે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ, ત્યાંથી ઉમેદવારોના નામ દિલ્હી ગયા અને પછી ત્યાં કેન્દ્રીય લેવલે ચર્ચા થઈ અને પછી નામ અંગેની જાહેરાત કરવામાં આવી.


મહિલાઓને આપવામાં આવશે ટિકીટ કે કપાશે પત્તુ?  

બાકી રહેલી બેઠકો અંગેની વાત કરીએ તો મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, સાબરકાંઠા, વડોદરા, દાહોદ, વલસાડ, અમદાવાદ પૂર્વ, સુરત, છોટાઉદેપુર માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. વડોદરા, મહેસાણા, સુરત, ભાવનગર, છોટા ઉદેપુરની સીટ પર હાલ મહિલા સાંસદો છે પરંતુ આ બેઠકો માટે ઉમેદવારોને જાહેર નથી કરવામાં આવ્યા. આ સીટો પર મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવશે કે કોઈ નવા મહિલા ઉમેદવારને જાહેર કરવામાં આવે છે તે સમય બતાવશે.   




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...