Gujarat Loksabha Election: AAPએ જાહેર કરી સ્ટાર પ્રચારકની યાદી, અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ સહિત આ નેતાઓને સોંપાઈ પ્રચારની જવાબદારી


  • Published By :
  • Published Date : 2024-04-16 17:54:45

આપણે ત્યાં ચૂંટણી અનેક ફેઝ અંતર્ગત લડાતી હોય છે.. સૌથી પહેલો તબક્કો જ્યારે ચૂંટણી પંચ તારીખની જાહેરાત કરે, બીજો તબક્કામાં ઉમેદવારના નામની જાહેરાત થાય, તે બાદ ઉમેદવાર નામાંકન ભરે, પ્રચાર કરે વગેરે વગેરે... ગુજરાત માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ, અનેક ઉમેદવારોએ નામાંકન ભર્યું તો અનેક ઉમેદવારોના નામાંકન થવાના બાકી છે. આ બધા વચ્ચે પાર્ટી દ્વારા મોટી જનસભાઓ, પ્રચાર કરવામાં આવતો હોય છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે પ્રચારકોની યાદી જાહેર કરી છે.

ઉમેશ મકવાણાએ ભર્યું ઉમેદવારી ફોર્મ 

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર પર ઉમેશ મકવાણા તો ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. બંને ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ઉમેશ મકવાણાએ નામાંકન દાખલ કરી દીધું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે અને તેમની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે. 


40 સ્ટાર પ્રચારકની કરાઈ જાહેરાત 

ચૈતર વસાવા પણ થોડા દિવસોની અંદર ઉમેદવારી ફોર્મ ભરશે.. આ બધા વચ્ચે ગુજરાતની બેઠકો પર પ્રચાર કરવા માટે આમ આદમી પાર્ટીએ પ્રચારકોની યાદી બહાર પાડી છે જેમાં અનેક નામોનો સમાવેશ થાય છે... પ્રચારકની યાદીમાં 40 નામોનો છે જેમાં અરવિંદ કેજરીવાલ, સુનિતા કેજવીલ, ગોપાલ ઈટાલિયા, મનીષ સિસોદીયા, સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, સંજયસિંહ સહિતના અનેક નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે . 


બંને ઉમેદવારે કરી દીધી હતી પ્રચારની શરૂઆત 

તે ઉપરાંત રાઘવ ચઢ્ઢા ઈસુદાન ગઢવી, આતિશી. હેમંત ખાવાને પણ ગુજરાતમાં પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકો માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી છે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ તેમજ મનીષ સિસોદીયા હાલ જેલમાં છે... મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ ઘણા સમય પહેલા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી હતી અને ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી હતી.     



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.