લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે.. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... 24 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર ઘણા સમય પહેલેથી કરવામાં આવી. તે બાદ આપ દ્વારા પણ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી. અને અંતે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે... સ્ટાર પ્રચારકની યાદીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી. રાહુલ ગાંધી સહિત 40 નામોની જાહેરાત કરવામાં આવી છે..
લોકસભા બેઠક પર ઉમેદવારને લઈ ચિત્ર સ્પષ્ટ થયું
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં જાણે કોંગ્રેસને વધારે રસના હોય તેવું લાગી રહ્યું છે.! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ઉમેદવારોના પ્રચાર માટે નતા દેખાયા.. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે ગુજરાત માટે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ છે... કઈ બેઠક પર કોની કોની વચ્ચે જંગ થશે તેનું ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થઈ ગયું છે... કયા કયા ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે તેનો ખ્યાલ ગઈકાલે આવી ગયો છે.. આ બધા વચ્ચે સુરતમાં જે ખેલ ખેલાયો તે આપણે જાણીએ છીએ... સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
કોંગ્રેસે સ્ટાર પ્રચારકના નામની કરી જાહેરાત
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે.. આ બધા વચ્ચે ગુજરાત માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં દિગ્ગજ નેતાઓ છે..
કોણ કોણ બન્યા કોંગ્રેસના સ્ટાર પ્રચારક?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, સચિન પાયલટ, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જીજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા, મુમતાઝ પટેલ, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી સહિત 40 નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે...