Amreliમાં Gujaratની દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, બોર્ડ પર સ્થાનિકોએ લખ્યા દારૂ વેચતા લોકોના નામ! ફોટા વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-28 17:26:33

ગુજરાતમાં કહેવા માટે દારૂબંધી છે તે આપણે સૌ જાણીએ છીએ.  ગુજરાતને કોઈ ડ્રાય સ્ટેટ કહે તો હસવું કંટ્રોલ ન થાય તેવી પરિસ્થિતિ છે. જો સાચે રાજ્યમાં દારૂબંધી હોત તો નશાની હાલતમાં રસ્તા પર લોકો તમાશો ન કરતા હોત. ગઈકાલે વડોદરાથી એક મહિલાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે નશાની હાલતમાં હતી અને પોલીસ સાથે ગેરવતર્ન કર્યું હતું અને ગાળો બોલી હતી. જો દારુબંધી હોત તો રસ્તા પર મહિલા આવો ઉત્પાત ન મચાવત. જો ગુજરાતમાં દારૂબંધી હોત તો રાજકોટમાં, બનાસકાંઠામાં કે અમરેલીમાં પાટિયા ન લાગે કે અહીં દારૂ વેચાણ નથી થતું, બાજુમાં થાય છે. આજે દારૂબંધીની વાત અમરેલીમાં બનેલી ઘટનાને લઈ કરવી છે. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં દારૂ વેચાણ કરતા લોકોના નામ લખવામાં આવ્યા છે.

દારૂ વેચતા લોકોના નામ લખ્યા બોર્ડ પર 

રાજ્યમાં દારુબંધીના લીરેલીરા ઉડતા અનેક વખત જોયા છે. અનેક વખત દારૂની બોટલ મળી આવે છે, મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભાના ડેડાણ ગામમાં ગુજરાતની દારૂબંધીના લીરે લીરા ઉડાવતા પાટિયા લાગ્યા છે, ગામના લોકોએ દારુના વેચાણ સામે વિરોધ કર્યો છે. કાળા બોર્ડ પર દારૂનું વેચાણ કરતા દસ લોકોના નામ જાહેરમાં લખવામાં આવ્યા છે. આ બોર્ડ સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વિવાદ વધતા પોલીસને આ મામલે તપાસ કરવો પડ્યો છે. 


પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે દારૂના ભઠ્ઠા!

બોર્ડમાં લખવામાં આવ્યું છે કે ડેડાણ ગામમાં દારૂની રેલમ છેલ છે. પોલીસ મહેરબાન અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણમાં ઠેર ઠેર દેશી દારુના ભઠ્ઠા ચાલી રહ્યા છે. પોલીસની રહેમ નજર હેઠળ જ ધમધમે છે. પછી નીચે દારુ વેચવાવાળા લોકોના નામ લખ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ બોર્ડ બસ સ્ટેન્ડ ચોકમાં છે અને આ બોર્ડ ગ્રામ પંચાયતનું નોટિસ બોર્ડ છે. 


દારૂ અહીં વેચાય છે તેવા લાગ્યા હતા બોર્ડ

અગાઉ પણ રાજકોટમાં અને બનાસકાંઠામાં બોર્ડ લાગ્યા હતા કે દારૂ અહીં નહીં બાજુમાં વેચાય છે મહેરબાની કરીને અમારા ઘરે દરવાજો ખખડાવીને પૂછવું નહીં કે અહીં દારૂ મળે છે કે નહીં. લોકોના રક્ષણ કરતી પોલીસ માટે આ નકારાત્મક વાત કહેવાય કે કોઈ નાગરિકને એવું લખવું પડે. મહત્વનું છે કે અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દારૂ ક્યાં મળે છે તે પોલીસને ખબર હોય છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બુટલેગરો બેફામ બની ગુજરાતમાં દારૂ વેચી રહ્યા છે અને પલીસ જાણે મુકપ્રેક્ષક બનીને બેઠી છે. ત્યાંના સ્થાનિકોને દાદ દેવી જોઈએ જેમણે આ પ્રશ્ન ઉઠાવ્યો અને વિરોધ દર્શાવ્યો. કારણ કે જો આજે આપણે અવાજ નહીં ઉપાડીએ તો કાલે તે જ વસ્તુ આપણને નડતર રૂપ થઈ શકે છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.