ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. અનેક ગામડાઓ એવા છે જ્યાં પાણી માટે મહિલાઓને ઘણું દૂર જવું પડતું હોય છે. ત્યારે લોકોને ઘર સુધી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નલ સે યોજનાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આજે પણ એવા અનેક ગામો છે જ્યાં પાણી નથી પહોંચતું. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેવી વાત અનેક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ આ વાત હવે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા કરવામાં આવી છે. જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે એમાં અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે.
ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો!
પાણી માટે લોકોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે સરકાર દ્વારા નલ સે જલ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા 100 ટકા આ યોજના પૂર્ણ થઈ છે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ એવા અનેક ગામો છે જ્યાં આજે પણ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી વાતો કરવામાં આવી છે. ત્યારે શહેરા મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાના જે કામો કરવામાં આવ્યા છે તેમાં મોટા પાયે ગેરરીતિ અપનાવામાં આવી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત!
જેઠા ભરવાડે લખ્યું કે કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓને મેળાપણાથી કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે તેમજ ગુણવત્તા વગર કામો કરવામાં આવ્યા છે. નલ સે જલ યોજનાનાં કામોમાં તપાસની બાબતે પ્રાઈવેટ ઈજનેર રાખીને તપાસ કરાવતા મોટા પાયે ગેરરીતિ બહાર આવી છે. જેને લઈ જેઠા ભરવાડે પાણીપુરવઠા વિભાગના મંત્રી અને આયુક્ત વિજિલન્સ તપાસ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.