Gujarat બની રહ્યું છે ઉડતા ગુજરાત! Suratથી ઝડપાયો ગાંજાનો જથ્થો, ગઈકાલે વાપીથી ઝડપાયો હતો એમડી ડ્રગ્સનો જથ્થો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-07 14:10:29

પહેલા આપણે કહેતા હતા ઉડતા પંજાબ... પરંતુ ધીરે ધીરે ઉડતા ગુજરાત લોકો કહેશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.! ગાંધીના ગુજરાતમાંથી દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ડ્રગ્સ પકડાય છે વગેરે વગેરે.... અનેક કાયદાઓ બનાવવામાં આવે છે પરંતુ તેની કામગીરી માત્ર કાગળ પર જ થાય છે તેવી વાતો અનેક વખત પૂરવાર થાય છે જ્યારે નશીલા પદાર્થનો જથ્થો ઝડપાય છે. માફિયાઓ તેમજ બુટલેગરોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ વાપી જીઆઈડીસીમાંથી ઝડપાયું હતું ત્યારે આજે સુરતથી ગાંજાના જથ્થા સાથે બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગાંજા સાથે કુલ 41,320નો મુદ્દામાલ જપ્ત થયો છે.  

Press Information Bureau

વાપી જીઆઈડીસીમાંથી પકડાયો કરોડોના એમડી ડ્રગ્સનો જથ્થો 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. અવાર-નવાર આપણી સામે એવા કિસ્સાઓ આવી રહ્યા છે જેમાં પોલીસ અધિકારી જ નશાની હાલતમાં ઝડપાય છે. તે ઉપરાંત અનેક હોસ્પિટલોથી દારૂની બોટલો ઝડપાય છે. સરકારી કચેરીમાંથી પણ જો દારૂની બોટલ ઝડપાય તો નવાઈ નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દારૂ ઉપરાંત ગુજરાતનું યુવાધન નશીલા પદાર્થો તરફ પણ વળી રહ્યું છે. 

Press Information Bureau

ગાંજા સાથે પકડાયા બે લોકો!

ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપાય છે. ત્યારે 121 કિલોથી વધારે એમડી ડ્રગ્સનો જથ્થો વાપી જીઆઈડીસીમાંથી મળી આવ્યો છે.  DRI દ્વારા વાપી જીઆઇડીસીમાં આવેલી પ્રાઇમ પોલિમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું. ડીઆરઆઇએ એક આરોપી પાસેથી 18 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. તે ઉપરાંત સુરતમાંથી ગાંજો પણ પકડાયો છે.  


આની પહેલા પણ અનેક વખત પકડાયો છે ડ્રગ્સનો જથ્થો  

પોલીસની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. દારૂબંધી કાયદાનો અમલ પોલીસ ધારે તો એકદમ કડક રીતના કરાઈ શકે છે તે આપણે જાણીએ છીએ. પરંતુ કડક કાર્યવાહી કેમ નથી થતી તેનું કારણ પણ આપણે જાણીએ છીએ. આ પહેલી વાર નથી જ્યારે લાખો, કરોડોનું ડ્ર્ગ્સ ગુજરાતમાંથી ઝડપાયું હોય. થોડા સમય પહેલા પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તે સિવાય અમદાવાદમાંથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. થોડા સમય પહેલા ભરૂચથી ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને રો મટિરિયલ ઝડપાયું હતું. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...