ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને SC તરફથી રાહત, કેન્દ્રના બરતરફીના નિર્ણય પર સ્ટે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 18:29:04

ગુજરાતના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના બરતરફીના નિર્ણયના અમલીકરણ પર એક સપ્તાહ માટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે વર્માને કહ્યું કે આ સમય દરમિયાન તેઓ બરતરફીના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી શકે છે. ત્યારપછી હાઈકોર્ટ નક્કી કરશે કે બરતરફીના આદેશ પર સ્ટે મુકીને આગળ વધારવો કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં મેરિટ પર કંઈ કહ્યું નથી, પક્ષકારો હાઈકોર્ટમાં તેમની દલીલો મૂકી શકે છે.


જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હ્રષિકેશ રૉયની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. વર્માએ  કેન્દ્રની બરતરફીના નિર્ણયને પડકારી હતી. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરવા માટે રચાયેલી સીટનું નેતૃત્વ કરનારા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સતીશ ચંદ્ર વર્માને નિવૃતી પહેલા જ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. સતીશ વર્મા 30 સપ્ટેમ્બરે જ નિવૃત થઈ રહ્યા છે.


સતીશ ચંદ્ર વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી                          


કેન્દ્ર સરકારે 30 ઓગસ્ટના રોજ એક આદેશ જારી કર્યો હતો અને વિભાગીય કાર્યવાહી સંબંધિત આધાર પર તેમને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ પસાર કર્યો હતો. સતીશ ચંદ્ર વર્માને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર હાઈકોર્ટે પણ આ આદેશનું પાલન કરવાની મંજૂરી આપી હતી. વર્માએ સરકાર દ્વારા તેમની સામે કરવામાં આવી રહેલી શિસ્તભંગની કાર્યવાહીને પડકારી છે. 1986 બેચના આઈપીએસ અધિકારી સતીશચંદ્ર વર્મા સામે ચાલી રહેલી વિભાગીય તપાસને કારણે તેમને બઢતી આપવામાં આવી ન હતી. તેમની વર્તમાન પોસ્ટિંગ તમિલનાડુના કોઈમ્બતુરમાં CRPFમાં IGPની પોસ્ટ પર છે.


હકીકતમાં, આ મામલામાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે અને માહિતી આપી છે કે સરકાર વતી સતીશ ચંદ્ર વર્માને 30 ઓગસ્ટ 2022ના આદેશથી બરતરફ કરવામાં આવ્યા છે. અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સરકારને તેમના દ્વારા એક વર્ષ સુધી સતીશ ચંદ્ર વર્મા વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી પર કોઈ તાત્કાલિક પગલાં ન લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.


જો કે કોર્ટે કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી બરતરફીની આ મંજૂરીને અંતિમ સ્વરૂપે અમલી કરવામાં આવશે નહીં. કોર્ટે કેન્દ્ર સરકારને IPS અધિકારી વર્માને 19 સપ્ટેમ્બર સુધીનો સમય આપવાનો નિર્દેશ આપ્યો છે, જેથી તેઓ કાયદા અનુસાર આદેશ સામે તેમના વિકલ્પનો ઉપયોગ કરી શકે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...