ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ સુનાવણીએ દંપતિ સહિત 4 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ, ચારેય લોકોને સારવાર માટે ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-06-15 15:23:33

ગુજરાત હાઇકોર્ટમાં એક દંપતી સહિત 4 લોકોએ ચાલુ હિયરિંગ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. હાઇકોર્ટમાં આ લોકોએ ફિનાઈલ પી લેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનારા આ 4 લોકોને સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા છે. હાલ પોલીસ પંચનામા સહિતની કામગીરી કરી રહી છે. જો કે પોલીસે આ લોકોને ફિનાઈલ પીતા અટકાવીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઇ જવાયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઇકોર્ટમાં જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક વાગ્યાની આસપાસ એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બની ત્યાર બાદ જજ નિર્ઝર દેસાઈ કોર્ટ છોડીને જતા રહેતા હિયરિંગ અટક્યું હતું.


આ લોકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ


હાઇકોર્ટમાં ફિનાઈલ પીનાર ચાર લોકોમાં 1. શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ, 2. જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ, 3. હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ, 4. મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવનો સમાવેશ થાય છે. શૈલેષભાઈ અને તેમના પત્ની જયશ્રીબેન અમદાવાદના નિકોલના કેશવ પ્રિય હોમ્સમાં રહે છે. 


શા માટે આ અંતિમ પગલું ભર્યું?  


હાઈકોર્ટમાં 4 લોકોના આત્મહત્યાના પ્રયાસ અંગે આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જીગ્નેશ અગ્રાવતે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે લોકો અગાઉ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ લોનની રકમ વચેટિયા ખાઈ જતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. જેમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને લાગી આવ્યું હતું અને ત્યાં જ દવા પીને હાથમાં હત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હવે આ દંપતી સહિત ચારેય લોકો ફિનાઇલ લઈને કોર્ટ રૂમમાં કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?