રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર, ઢોર પકડવા લીધેલા પગલા માત્ર કાગળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:37:53

રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવતા આજે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે આ મામલે સરકારને ટકોર કરતા કહ્યું કે, 'લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે. હાઈકોર્ટે સરકારના અધિકારીઓને પણ ખખડાવી નાખ્યાં હતા.  હાઈકોર્ટના આદેશ પ્રમાણે આજે 18 ઓક્ટોબરે ગુજરાત સરકારના તમામ મોટા અધિકારીઓ DGP, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ટ્રાફિક JCP મયંકસિંહ ચાવડા ઉપરાંત AMC કમિશનર એમ. થેન્નારસન પણ સુનાવણી દરમ્યાન હાજર રહ્યાં હતા. અકસ્માતમાં ઈજા પામનાર અને મોતને ભેટનાર તમામને વળતર ચૂકવવા માટે કોર્ટે ટકોર કરવાની સાથે તાજેતરમાં રખડતા ઢોરને પગલે મોતને ભેટેલા ભાવિન પટેલના પરિવારને 5 લાખ 24 કલાકમાં ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.



રખડતા ઢોર મામલે ગુજરાત હાઇકોર્ટે શું કહ્યું?


રખડતા ઢોરને પકડવા માટે રાજ્ય સરકારે સંબંધિત તમામ વિભાગો પૂરી મહેનતથી કામ કરી રહ્યાં હોવાનો બચાવ કર્યો હતો, ત્યારે કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશે સરકારી વકીલને ન્યૂઝપેપર આપ્યું હતું. રખડતાં ઢોર મામલે મુખ્ય ન્યાયાધીશે ફોટો સાથે પ્રસિદ્ધ થયેલું સમાચારપત્ર સરકારી વકીલને પકડાવ્યું અને ન્યૂઝ પેપરમાં રખડતા ઢોરનો ફોટોગ્રાફ દેખાડી તંત્રનો ઉઘડો લઈ લીધો હતો. ગુજરાત હાઇકોર્ટે આ મામલે ટકોર કરતા કહ્યું કે, 'લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર જ છે. તહેવારોના સમયમાં અમે અકસ્માત થાય તેવું ઈચ્છતા નથી.' 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?