અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યા ચિંતાજનક બની છે. રેઢીયાળ AMC તંત્ર રખડતા ઢોરને પકડવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે. ઢોરની અડફેટે આવતા અનેક લોકોના મોત તથા અસંખ્ય અકસ્માત થયા છે. તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી આજે રખડતા પશુ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 17 ઓક્ટોબર સુધીમાં રખડતા પશુઓ પકડવાનો હુકમ આપ્યો છે. તે ઉપરાત રખડતા ઢોર પકડવાની કામગીરી ચોવીસે કલાક ચાલુ રાખવાનો પણ આદેશ આપ્યો હતો.