રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ, રાજ્ય સરકારને 9 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2022-12-20 16:42:41

ગુજરાતમાં રખડતા ઢોરનો  ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. અવારનવાર નિર્દોષ લોકો રખડતા ઢોરની એડફેટે ચડીને ઘાયલ કે મોતને ભેટે છે. આ પ્રશ્ને હાઈકોર્ટે પણ સરકારનો ઘણી વખત ઉધડો લીધો છે જો કે પરિણામ સંતોષજનક આવ્યું નથી. રાજકોટમાં એક નિવૃત આર્મીમેન રખડતા ઢોરની ભેટે ચડી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે ફરી એક વખત રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.


મામલો શું હતો?


રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં શ્રમજીવી સોસાયટીમાં રખડતા ઢોરે એક્સ આર્મીમેન નવલસિંહ ઝાલા અને તેમની પૌત્રીને અડફેટે લીધા હતા. જેમાં નવલસિંહને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આ રાજકોટની ઘટનાની નોંધ લીધી હતી. સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે, રખડતા પશુના ત્રાસને ડામવા નક્કર કાર્યવાહી કરાશે. આ માટે કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન હાઈકોર્ટે 9 જાન્યુઆરી સુધીમાં નક્કર કામગીરી કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો હતો. 


પોલીસે અજાણ્યા પશુ માલિક સામે ગુનો નોંધ્યો


રાજકોટમાં નિવૃત્ત આર્મીમેન અને તેમની પૌત્રી ઘાયલ થયા બાદ પરિવારજનોએ રાજકોટ મનપા અને પોલીસને પશુઓને જાહેરમાં છુટા મુકનારા માલિક સામે ગુનો દાખલ કરવા માંગ કરી હતી. જેથી પોલીસે અજાણ્યા પશુ માલિક વિરુદ્ધ ગુનો દાખલ નોંધ્યો હતો. રાજકોટ શહેરના મેયર ડો.પ્રદીપ ડવે આ મુદ્દે જણાવ્યું હતું કે, આવી ઘટના બીજીવાર ન બને તે માટે હવે મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને ઢોર પકડવા માટે SRPની ટુકડી ફાળવવામાં આવી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...