ગુજરાત હાઈકોર્ટે મહેસાણાની 16 વર્ષની સગર્ભાને ગર્ભપાતની આપી મંજુરી, સગીરા 18 સપ્તાહની ગર્ભવતી, દુષ્કર્મી સામે કાર્યવાહીનો આદેશ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 20:47:03

ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો નિર્ણય કરતા મહેસાણાની 16 વર્ષ અને 3 મહિનાની સગીરાને ગર્ભપાતની મંજુરી આપી છે. સગીરા 18 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે સગીરાના ભાઈએ અરજી કરી હતી. ગર્ભપાત માટે સગીરાના ભાઈએ એડવોકેટ નિધિ બારોટ મારફતે અરજી કરી હતી.જે અંગે ગુજરાત હાઈકોર્ટના જજ સમીર દવેની કોર્ટમાં સુનાવણી થઈ હતી.આ કેસમાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીની સામે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.તે ઉપરાંત કોર્ટે સગીરાના ગર્ભપાત માટેની મંજુરી પણ આપી છે.


ગુજરાત હાઈકોર્ટે આપી મંજુરી


ગુજરાત હાઈકોર્ટે આ મામલે વડનગરની GMERS જનરલ હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેન્ટને સગીરાની શારીરિક તપાસ કરીને 14 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું.રિપોર્ટમાં સગીરાને 18 મહિના અને 5 સપ્તાહનો નોર્મલ ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માંગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી.આ માટે કડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને એક અઠવાડિયામાં ગર્ભપાતની ક્રિયા પતી જાય તેવું મેનેજમેન્ટ કરવા આદેશ કર્યા હતા. આ સાથે જ આરોપી સામેના કેસમાં પુરાવારૂપે ગર્ભનું DNA રાખવા હુકમ કર્યો હતો.


કડી પોલીસ સ્ટેશનના PIને કર્યો આ હુકમ 



હાઈકોર્ટે અરજદાર દ્વારા મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ અંતર્ગત ગર્ભપાત માટે માંગેલ કોર્ટના નિર્દેશ મુજબ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી.આ માટે કડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરને એક અઠવાડિયામાં ગર્ભપાતની ક્રિયા પતી જાય તેવું મેનેજમેન્ટ કરવા આદેશ કર્યા હતા.આ સાથે જ આરોપી સામેના કેસમાં પુરાવારૂપે ગર્ભનું DNA રાખવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં સગીરાનો ગર્ભપાત હાયર રિસ્ક ધરાવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?