પોલીસ ભરતી મુદ્દે HCએ સરકારની ઝાટકણી કાઢી, 10 એપ્રિલ સુધીમાં રિપોર્ટ રજુ કરવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-09 17:45:54

ગુજરાત સરકારના પોલીસ વિભાગનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે ગુજરાત સરકારને પોલીસની ખાલી પડેલી જગ્યાઓ ભરવાના મુદ્દે ઝાટકણી કાઢી હતી.


ગુજરાત HCએ આકરા સવાલો કર્યા


પોલીસ ભરતી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સીધો સવાલ  પૂછ્યો કે, શા માટે ખાલી જગ્યાઓ ઉપર સરકાર ભરતી કરતી નથી? પોલીસ વિભાગમાં પણ સરકાર દ્વારા કેમ ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવતી નથી? માત્ર પોલીસ વિભાગની વાત નથી, પરંતુ સરકારની અનેક જગ્યાઓમાં ખાલી જગ્યાઓ છે. તેમાં પણ સરકાર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની ભરતી માટે કાર્યવાહી કરવામાં આવી રહી નથી? વગેરે વગેરે...


રાજ્ય સરકારે આપ્યો આ જવાબ


પોલીસ ભરતી મામલે ગુજરાત હાઈકોર્ટે કરેલા વિવિધ સવાલોનો રાજ્ય સરકારે પણ જવાબ આપ્યો હતો. રાજ્ય સરકારે આ મુદ્દે જવાબ રજૂ કરતા કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હકારાત્મક અભિગમ સાથે આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.


ખાલી પડેલી જગ્યાઓનો જવાબ આપો


પોલીસ ભરતી મામલે રાજ્ય સરકારે દિલાસો આપ્યો તેમ છતાં ગુજરાત હાઈકોર્ટે સરકારને ખાલી પડેલી જગ્યાનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. રાજ્ય સરકારે 10 એપ્રિલ સુધીમાં ખાલી પડેલી જગ્યાને લઈને અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી. તેમ જ ભરતી પ્રક્રિયાને લઈને શું કામગીરી ચાલી રહી છે તેનો લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 10 એપ્રિલે હાથ ધરવામાં આવશે. હવે  જોવાનું એ છે કે રાજ્ય સરકાર ખાલી પડેલી જગ્યા અંગે શું હાઈકોર્ટમાં શું રિપોર્ટ રજૂ કરે છે તેના પર બધાની નજર રહેશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...