જુનાગઢમાં કસ્ટોડિયલ ટોર્ચર મામલે હાઈકોર્ટ લાલઘૂમ, 32 પોલીસકર્મીઓને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-07-24 20:26:49

જૂનાગઢમાં ગયા મહિને લઘુમતી કોમના કેટલાંક લોકોને જાહેરમાં ફટકારવાના કેસમાં, ગુજરાત હાઈકોર્ટે સોમવારે 32 પોલીસકર્મીઓને નોટિસ પાઠવી હતી, જેમાં કસ્ટોડિયલ ટોર્ચર અને કસ્ટોડિયલ હિંસાની ફરિયાદ પાછી ખેંચવા માટે કથિત રીતે અટકાયત કરીને વકીલ પર દબાણ કરવાના આરોપની અરજીના જવાબમાં સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પોલીસને ફટકારેલી નોટિસ એ બાબત તરફ ધ્યાન દોરે છે કે પોલીસ પણ કાયદાથી ઉપર નથી. દેશમાં ન્યાય પ્રણાલી મજબુત છે એટલે જ પોલીસ માટે પણ કાયદાનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય બની રહે છે. આ જ બાબત સામાન્ય લોકોને પણ એટલી જ લાગુ પડે છે.


હાઈકોર્ટે શું કહ્યું?


ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એએસ સુપેહિયા અને જસ્ટિસ એમઆર મેંગડેની ડિવિઝન બેંચે બે અઠવાડિયામાં પરત કરી શકાય તેવી નોટિસ જારી કરી હતી. કથિત પોલીસ અત્યાચારનો ભોગ બનેલી બે વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી કન્ટેપ્ટ અરજી પર નોટિસ જારી કરવામાં આવી હતી, જેમણે પોલીસકર્મીઓ સામે માત્ર ત્રાસ જ નહીં પરંતુ પીડિતોમાંના કેટલાકનું પ્રતિનિધિત્વ કરતા જાણીતા વકીલના જમાઈની પણ અટકાયત કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે, જેથી તેમના પર અત્યાચારની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવે.


બે લોકોએ કરી હતી અરજી 


આ અરજી જાકીર મકવાણા અને સાજીદ કલામુદ્દીન અન્સારીએ દાખલ કરી હતી, એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી. જેમાં જુનાગઢ પોલીસ દ્વારા થતાં કસ્ટોડિયલ ટોર્ચર અંગે ફરિયાદ કરવામાં આવી છે. બંને જૂનાગઢના રહેવાસી અને 16 જૂનના રોજ થયેલી હિંસાના સહ આરોપી છે. તેઓએ "જુનાગઢના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જુદા જુદા સમયે અલગ અલગ સમયે એટલે કે 16/06/2023 થી 21/06/2023 ની રાત્રે" કસ્ટોડીયલ હિંસા, ત્રાસ, નિર્દયતા અને ગંભીર મારપીટનો ભોગ બનવાનો દાવો કર્યો છે. જૂનાગઢ શહેરના મજેવડી ખાતે હઝરત ગેબનશાહ પીરની દરગાહને તોડી પાડવાના મુદ્દે મુસ્લિમ સમુદાય અને પોલીસ વચ્ચે મોટી અથડામણ થયા બાદ 16 જૂનના રોજ ધરપકડ કરાયેલા ડઝનેક માણસોમાં બે અરજદારોનો સમાવેશ થાય છે.


સમગ્ર ઘટના શું હતી?


જૂનાગઢમાં 16 જૂને નગરપાલિકા દ્વારા પાંચ ઇસ્લામિક ધાર્મિક સ્થળોને તોડી પાડવાની નોટિસો જાહેર કર્યા પછી, હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 4 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા, અને 1 નાગરિકનું મૃત્યુ થયું હતું, તેમજ રાજ્ય પરિવહન બસ અને એક પોલીસ ચોકીમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ વાહનોને નુકસાન થયું હતું. આ મામલે લગભગ 180 લોકોની અટકાયત કરવામાં આવી હતી,. 16મી જૂને જુનાગઢ પોલીસે 8થી 10 મુસ્લિમોની અટકાયત કરી હતી અને તેમને મેજવડી ગેટ ખાતે આવેલી ગેબન શાહ મસ્જિદ સામે ઊભા રાખીને અમાનુષિક રીતે ઢોર માર મરાયો હતો. આ પ્રકારે લઘુમતી કોમની વ્યક્તિઓને કોઇ પણ કાયદાની પ્રક્રિયાનો અમલ કર્યા સિવાય અથવા તો કોઇ પણ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા ન હોય તેમ છતાંય જાહેરમાં ક્રૂરતાપૂર્વક મારવાની બાબત માનવીય અધિકારોનો ભંગ છે. છ સગીરોને પણ અટકમાં લેવાયા હતા અને તેમણે લેખિતમાં કસ્ટોડિયલ વાયોલન્સ અને ટોર્ચરની ફરિયાદ કરી હતી, પરંતુ આ ફરિયાદ પરત ખેંચી લેવાની ફરજ પડાઈ હતી. એવી જ રીતે અન્ય છ શખ્સોએ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ કરી હતી. રિટમાં રજૂઆત કરાઇ છે કે,‘આરોપીઓને જેલમાં લઇ જવામાં આવ્યા હતા અને જુનાગઢ પોલીસે એક અરજી તૈયાર કરી હતી. જે આરોપીઓએ કસ્ટોડિયલ ટોર્ચર અને અત્યાચારની ફરિયાદ કરી હતી તેમને આ અરજીઓ પર દબાણપૂર્વક સહી કરાવીને તેમની ફરિયાદ પરત ખેંચી લેવાઇ હતી.’



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?