ચાઈનીઝ દોરીથી થતા મોત મુદ્દે હાઈકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢી, સોગંદનામું રજુ કરવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-01-03 15:33:34

રાજ્યમાં યુવાનોનો પ્રિય ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. જો  કે ઉત્તરાયણ પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં પતંગની ચાઈનીઝ દોરીથી અકસ્માત અને નિર્દોષ લોકોના મોતની ઘટના વધી રહી છે. ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક જીવલેણ દોરી વેચાઈ રહી છે. લોકોના મોતનો આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટ સુનાવણીમાં ઉતરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. ઉપરાંત બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો.


ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ


ગુજરાત હાઈકોર્ટે ચાઇનીઝ દોરી મામલે આકરૂ વલણ અપનાવ્યું છે. ચાઈનીઝ દોરી, નાયલૉન દોરી તથા તુક્કલ વેચાણ મુદ્દે સરકારે શું કાર્યવાહી કરી તે અંગે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટે સરકારને કહ્યું કે, ચાઈનીઝ દોરી ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતા ક્હ્યું કે, ઘાતક દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઈજા થાય તે ચલાવી નહીં લેવાય. ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી તેમજ ચાઈનીઝ ટુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમ જ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલા ભરવાની માંગણી કરતી પિટીશનમાં કોર્ટે આ હુકમ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...