Gujarat Highcourt Exam : જુલાઈ મહિનામાં Peon માટે લેવાઈ પરીક્ષા, મહિનાઓ વિત્યા પરંતુ નથી આવ્યું પરિણામ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-26 18:52:43

જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં peon માટેની પરીક્ષા લેવાઈ હતી. પટાવાળા અને અન્ય પોસ્ટ માટે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી. મે 2023માં આ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ભરતી માટેની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ. અનેક મહિનાઓ વિતી ગયા પરંતુ હજી સુધી પરિણામ આવ્યું નથી. પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મહિનાઓ સુધી પરિણામ આપવામાં નથી આવ્યું. પરિણામ બને તેટલું જલ્દી મળે તેવી પરીક્ષાર્થીઓની માગ છે. 

The Gujarat High Court Advocate Association made a representation to the  Chief Justice regarding security in the court | ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ  એસોસિએશને ચીફ જસ્ટિસને કોર્ટમાં સુરક્ષાને લઇ ...

પરીક્ષાને અનેક મહિના વિત્યા પરંતુ પરિણામ નથી આવ્યું 

આપણે ત્યાં અનેક પરીક્ષાઓ લેવામાં આવે છે. યુવાનોને રોજગાર મળે તે હેતુથી પરીક્ષા તો લેવામાં આવે છે પરંતુ અનેક મહિનાઓ વિત્યા બાદ પણ અનેક પરીક્ષાઓનું પરિણામ નથી આવતું. ગુજરાત હાઈકોર્ટની પ્યુનની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ હતી. એવી માહિતી આપવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિના સુધીમાં પરિણામ આવી શકે છે પરંતુ ઓક્ટોબર મહિનો પતવા આવ્યો પરંતુ હજી સુધી તેનું પરિણામ આપવામાં નથી આવ્યું. ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં માટે પરીક્ષા લેવાઈ. 7માં મહિનામાં પરીક્ષા લેવાઈ પરંતુ ઓક્ટોબર મહિનો પૂર્ણ થવા આવ્યો ત્યાં સુધી પરિણામ નથી જાહેર કરવામાં આવ્યું.



જ્યારે પણ ફોન ઉમેદવારો કરે છે ત્યારે કહેવાય છે વેબસાઈટ જોતા રહો...!

પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે પરંતુ ક્યાં સુધી તેમને પરિણામની રાહ જોવી પડશે તે તેમને ખબર નથી. 9-7-2023એ આ પરીક્ષા યોજાઈ હતી, 7-11-2023એ આ પરીક્ષા પૂર્ણ થયે ચાર મહિના વિતી જશે પરંતુ પરિણામ આવશે તેવી આશા પરીક્ષાર્થીઓને નથી. પરિણામ ક્યારે આવશે એ જાણવા જ્યારે પરીક્ષાર્થીઓ જ્યારે 07927664601 નંબર પર ફોન કરે છે ત્યારે તેમને વેબસાઈટ  https://hc-ojas.gujarat.gov.in/ પર જઈને જોવા માટે કહેવામાં આવે છે. આ વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. પરિણામ માટે અનેક વખત વેબસાઈટ જોયા કરતા રહેવું પડે છે. પરિણામ ક્યારે આપવામાં આવશે તેની જાણ પરીક્ષાર્થીઓ નથી જેને કારણે તેઓ આગળનું પ્લાનિંગ નથી કરી શકતા. પરિણામ જલ્દી જાહેર કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?