કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાહુલને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. સુરત જિલ્લાની એક કોર્ટે મોદી સરનેમ કેસમાં દાખલ કરાયેલ ફોજદારી માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે રાહુલ ગાંધીએ આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને બે વર્ષની સજા પર સ્ટેની માગ કરતી અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે આ કેસ અંગે ખુબ જ મહત્વની સુનાવણી થઈ હતી.
Gujarat HC refuses to grant interim relief to Rahul Gandhi in defamation case, verdict after court vacations
Read @ANI Story | https://t.co/T0osnlHvsU#Gujarat #RahulGandhi #defamationcase pic.twitter.com/MkqdSb7fQy
— ANI Digital (@ani_digital) May 2, 2023
ચુકાદો ઉનાળું વેકેશન પછી આવી શકે
Gujarat HC refuses to grant interim relief to Rahul Gandhi in defamation case, verdict after court vacations
Read @ANI Story | https://t.co/T0osnlHvsU#Gujarat #RahulGandhi #defamationcase pic.twitter.com/MkqdSb7fQy
ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ અને પૂર્ણેશ મોદીના વકીલે સામ સામે દલીલો કરી હતી. કોર્ટે બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટમાં આવતી કાલથી ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેકેશન પુર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. વેકેશન દરમિયાન કોર્ટ ચૂકાદો લખાવશે, વેકેશન બાદ જ કોર્ટ ચૂકાદો જાહેર કરી શકે છે. આગામી એક મહિના સુધી સજા મોકૂફી મુદ્દે નિર્ણય અનામત રહી શકે છે. જેથી એક રીતે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સંઘવીએ જુદા જુદા કેસમાં આવેલા ચુકાદાઓને ટાંકીને ધારદાર દલીલો કરી હતી.
બંને પક્ષોના વકીલો કોર્ટમાં હાજર
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ હેમંત એમ. પ્રચ્છકે રાહુલ ગાંધીની અપીલ પર દલીલો સાંભળી હતી. કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી હાઈકોર્ટના વકીલ પંકજ ચાંપાનેરી પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. તે જ પ્રકારે પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તૌલિયા, નિરૂપમ નાણાવટી, અને ગુજરાત સરકાર તરફથી સરકારી વકીલ મિતેષ અમીન પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.
હાઈકોર્ટનો ચુકાદો કેટલો મહત્વનો?
ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો રાહુલ ગાંધી માટે ખુબ જ મહત્વનો છે. જો તેમની સજા પર સ્ટેની માગ કોર્ટ ફગાવી દે છે તો તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. જ્યારે વાયનાડમાં ફરીથી વચગાળાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સ્થિતીમાં તેમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. હાઈકોર્ટ રાહુલ ગાધીની સજા પર સ્ટે નથી આપતી તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે.