ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 'સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ કહેવાય નહીં'


  • Published By :
  • Published Date : 2023-07-13 22:03:39

ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે યુવક અને યુવતી વચ્ચે પરસ્પર સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હોય તો તેને દુષ્કર્મ માની શકાય નહીં. રાજ્યમાં લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદો વધી રહી છે ત્યારે આજે આવેલો ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો મહત્વનો ગણાય છે. લગ્નનું વચન આપ્યા બાદ લગ્ન ન થાય તો યુવક સામે દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય તેવું હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું છે. યુવક અને યુવતી પુખ્ત વયના હોવાથી કલમ 376 હેઠળ ફરિયાદ નોંધી ન શકાય તેવું પણ હાઈકોર્ટે અવલોકન કર્યું છે. કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયના હોય છે ત્યારે લગ્નની લાલચે સરેન્ડર કરી શકો નહીં એવું પણ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું.


સમગ્ર મામલો શું છે?


અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં રહેતા અલગ અલગ રાજ્યના મહિલા અને પુરુષ વચ્ચે ઓળખાણ થતાં તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ સંપર્ક બાદ તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જોકે યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને આ સંબંધો બાંધ્યા હતા એવો યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. લગ્નની વાત નીકળતા યુવકે ઇનકાર કરી દેતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રથમ વખત ફરિયાદ બાદ સમાધાન થતા મહિલાએ ફરિયાદ પરત લીધી હતી. બીજી વખત પ્રેમ સંબંધ બાદ ફરી લગ્નની લાલચે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે પુરુષે તેની સાથે લગ્ન સહિતની અન્ય લોભામણી લાલચો આપી હતી અને તેનું અનેક વાર શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...