દેવાયત ખવડને આખરે શરતી જામીન મળ્યા, 72 દિવસે થશે છુટકારો


  • Published By :
  • Published Date : 2023-02-28 13:05:39

જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખાવડને આખરે જામીન મળી ગયા છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલાના કેસમાં 72 દિવસથી જેલમાં બંધ લોક સાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળ્યાં છે. જો કે હાઇકોર્ટે 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા છે. હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટમાં 5 વખત ખવડની જામીન અરજીઓ રદ થઈ ચૂકી છે. જ્યારે હવે હાઇકોર્ટે ખવડને જામીન આપ્યા છે. 


હુમલા બાદ થયા હતા ફરાર


દેવાયત ખવડ અને તેમના સાથીઓએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર રાજકોટમાં હુમલો કરાયો હતો. આ કેસમાં રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે અંતે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. 


સમગ્ર મામલો શું છે?


રાજકોટના કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સ નીચે ઊતર્યો હતો. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખ્સ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખ્સ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જો કે, ઘટનાના 10માં દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા હતા અને બે દિવસના રિમાન્ડ બાદ તેને જેલ હવાલે કરાયા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?