દિલ્હી CM કેજરીવાલ અને સંજય સિંહની મુશ્કેલી વધી, PM મોદીની ડિગ્રી મામલે રાહત આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-08-11 15:42:24

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા આપના જ રાજ્ય સભાના સાંસદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં હાઈકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તથા AAPના સાંસદ સંજય સિંહ વિરુદ્ધ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ જારી કર્યું હતું. આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે પણ બંને નેતાઓને વચગાળાની કોઈ રાહત આપવાથી ઈનકાર કરી દીધો છે અને અરજી ફગાવી દીધી છે.


હાઈકોર્ટનો રાહત આપવાનો ઈન્કાર


ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેની કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી દરમિયાન બંને નેતાઓને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરતા કથિત રીતે બદનક્ષીભર્યા નિવેદનો કરવા બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી બદનક્ષીની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો.


ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?


ગુજરાત હાઈકોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું કે, તમને કોર્ટમાં બોલાવ્યા ત્યારે હાજર રહેવું જોઈતું હતું, તમે કોર્ટને આશ્વાસન આપ્યું હતું. હવે તો દિલ્હીમાં પૂરની સ્થિતિ પણ નથી, તમે કોર્ટને ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છો. કેજરીવાલના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે લોકલ કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલ પર સ્ટે આપવામાં આવે. જોકે હાઈકોર્ટે આમ કરવાથી ઈનકાર કરી દીધો હતો. હવે સૌ કોઈની નજર નીચલી અદાલતના ચુકાદા પર છે.


યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ કરી હતી અરજી


PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. 



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..