ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષ જીતનો દાવો કરી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, ભારતીય જનતા પાર્ટીના સર્વેમાં 70થી વધારે સીટો આવતી નથી. ભાજપના સર્વેમાં જ સરકાર બનતી નથી. જે કોઈ મેળાવડા કરવાના થાય એ માત્રને માત્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જ થાય અને ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં પણ જે કાર્યક્રમો થાય છે. તે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે.
દિવાળી બાદ કોંગ્રેસે ઉમેદવારો પહેલી યાદી જાહેર થશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થવાની છે, ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા તાજેતરમાં દિલ્હી ગયા હતા. દિલ્હીમાં રઘુ શર્માએ કેન્દ્રીય નેનૃત્વ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ સ્કિનીંગ કમિટી બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં રઘુ શર્મા સોનિયા ગાંધી અને સંગઠનના મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરીને ઉમેદવારોના નામની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અગાઉ ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે નિવેદન આપી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે દિવાળી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.