બદલી કેમ્પની રાહ જઈ રહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોના હિતમાં મોટો નિર્ણય, રાજ્ય સરકારે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-05-18 19:06:35

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યા સહાયકો માટે શિક્ષણ વિભાગે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાસહાયકના આંતરિક જિલ્લા બદલી કેમ્પની સત્તાવાર જાહેરાત કરી છે, 2જી જૂનથી આંતરિક જિલ્લા બદલી માટે અરજી કરવાની શરૂઆત થઈ જશે અને 1લી જુલાઈ સુધી મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપી હતી.


અગાઉ કરેલી અરજીઓ રદ્દ


રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની જાહેરાત પ્રમાણે જિલ્લા બદલી માટે અગાઉ કરેલી અરજી રદ્દ કરવામાં આવી છે. જિલ્લા આંતરિક બદલી કરાવવા ઈચ્છતા શિક્ષકો, વિદ્યાસહાયકોને નવેસરથી અરજી કરવાની રહેશે, શિક્ષકો, વિદ્યાસહાયકોએ આંતરિક જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 2 જૂનથી 7મી જૂન સુધી શિક્ષકો, વિદ્યાસહાયકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે, 8 થી11 જૂન અરજી સુધારા, રદ્દ કરવા અને પ્રિન્ટ કાઢવાની કામગીરી થશે. 12થી 15 જૂન તાલુકા કક્ષાએ અરજી માન્ય કે અમાન્ય કરતા કારણ સાથેની યાદી જિલ્લા કક્ષાએ મોકલવાની રહેશે. 16 થી 19 જૂન જિલ્લાકક્ષાએ અરજી મંજૂર કે નામંજૂર કર્યાના કારણ સાથેની અરજી અપલોડ કરવાની કામગીરી 20 થી 26 જૂન અરજી અંગે આધાર પુરાવા સાથે શિક્ષકો, વિદ્યાસહાયકોએ વાંધા અરજી જિલ્લાકક્ષાએ રજૂ કરવાની રહેશે. 27 થી 29 જૂન રાજ્યકક્ષાએ અરજીનું વેરીફીકેશન કરવામાં આવશે. 30 જૂનથી 1લી જુલાઈ મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે.


વિગતોમાં ભૂલ હશે થશે કાર્યવાહી


રાજ્યની શાળાઓમાં 31 મે સુધી નિવૃત્ત થતાં શિક્ષકોની જગ્યાએ પણ બદલી માટે અરજી કરી શકાશે. અરજી કર્યા બાદ સુધારો કરવા માટે પણ શિક્ષકો, વિદ્યાસહાયકોને એક તક આપવામાં આવશે. જિલ્લા વિભાજન કે નિવૃત્ત શિક્ષકની જગ્યામાં ભૂલ હશે તો જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી સામે કાર્યવાહી થશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...