સરકાર મોડે મોડે જાગી, હવે પેપર લીક મામલે કડક કાયદો લાવશે, મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-01 20:27:41

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર રાજ્યમાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોએ ઠેર-ઠેર સરકાર વિરોધી દેખાવો કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરીક્ષાર્થીઓથી લઈને તેમના વાલીઓ પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવવામાંની માગ કરી રહ્યા છે. જો કે રસપ્રદ બાબત એ છે કે જો કે આ પહેલા પણ ગુજરાતમાં અનેક વખત પેપર લીકની ઘટનાઓ બની ચૂકી છે અને રાજ્ય સરકારે તેમાંથી કોઈ પણ પ્રકારોનો બોધપાઠ લીધો નથી. હવે આ વાતને લઈને રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટી જાહેરાત કરી છે.


શું કહ્યું  ઋષિકેશ પટેલે?


પેપર લીક કાંડ મુદ્દે સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, જુનિયાર ક્લાર્કના પેપર લીક અંગે પોલીસને જાણ થઈ એટલે તાત્કાલિક રેડ કરવામાં આવી. લાયકાત વાળા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે પરીક્ષા રદ્દ કરાઈ હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, છેલ્લા 3- 4 મહિનાથી કડક કાયદો બનાવવાની કવાયત ચાલુ છે. વિધાનસભામાં કડક સજાવાળો કાયદો ઘડવામાં આવશે. જે પરીક્ષાઓ અટકી છે તે પરીક્ષાની તારીખો ઝડપથી જાહેર કરવામાં આવશે. નવા કાયદામાં કડક જોગવાઈ હશે. પેપર જ્યાં છપાશે અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે તે તમામ લોકોની જવાબદારી બનશે. આગામી બજેટ સત્રમાં જ પેપરલીક મામલે ગુજરાત સરકાર નવો કાયદો લાવશે.


ભૂતકાળમાં આ પેપર ફૂટ્યા 


2014 માં GPSC ચીફ ઓફિસરનું પેપર, 2014- રેવન્યુ તલાટીની ભરતી,2014- ચીફ ઓફિસર, 2015- તલાટીની પરીક્ષા,  2016માં તલાટીની પરીક્ષાનું પેપર ગાંધીનગર, મોડાસા, સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂટ્યું, 2018- મુખ્ય સેવિકાની પરીક્ષા, 2018- નાયબ ચિટનીસની પરીક્ષા, 2018- લોક રક્ષક દળ, 2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT,2019માં- બિન સચિવાલય ક્લાર્ક, 2021- હેડ ક્લાર્ક, 2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી, 2021- સબ-ઓડિટર, 2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું, 2022- જૂનિયર કલાર્ક



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?