કર્મચારી આદોલનો અને વીજળીના પ્રશ્ને કિસાન સંઘના ભારે રોષનો સામનો કરી રહેલી રાજ્ય સરકારે ખેડૂતોને રિઝવવા માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. સરકાર પર ખેડૂતોને પોતાના પક્ષે રાખવા માટે ખુબ દબાણ છે. ખેત પેદાશોનો યોગ્ય ભાવ ન મળતા સરકાર સામે ખેડૂતોમાં વ્યાપક અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
લાભ પાંચમથી ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે
ખેડૂતોના લાભાર્થે સરકારે મહત્વનો નિર્ણય લેતા આગામી લાભ પાંચમથી મગ, અડદ અને સોયાબીન,મગફળીની ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે. આ માટે 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજકોમાસોલ ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી રહેશે તેવો નિર્ણય પણ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
રાજ્યના લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. રાજ્ય સરકાર 5,850ના પ્રતિ ક્વિંટલના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. ખેડૂતો 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. મગ, અડદ અને સોયાબીનની પણ લાભ પાંચમથી ખરીદી થશે.
29 ઓક્ટોબર લાભ પાંચમથી 90 દિવસ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે . ગુજકોમાસોલ ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી રહેશે. મગ રૂપિયા 7,755, અડદ રૂ 6,600 તો સોયાબીન રૂ 4,300 પ્રતિ ક્વિંટલ ના ભાવે ખરીદાશે.