આનંદો! રાજ્ય સરકાર પોલીસ વિભાગમાં 7 હજાર યુવાનોની ભરતી કરશે, હાઈકોર્ટમાં સરકારની એફિડેવિડમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-28 18:05:14

સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આ વર્ષે ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં 7 હજાર જગ્યાઓ માટે યુવાનોની ભરતી કરશે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી છે. આ સાથે જ સરકારે પોલીસ વિભાગમાં 21.3 ટકા એટલે કે 22 હજાર જગ્યા ખાલી હોવાનું પણ સ્વીકાર્યુ છે. 


હાઈકોર્ટે કરી સુઓ મોટો અરજી


અત્રે ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે પોલીસને લગતી બાબતોને લઈને સુઓ મોટો દાખલ કરી હતી. છેલ્લા ઘણા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર 9 માર્ચે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ વિભાગની ખાલી જગ્યાઓને લઈને રાજ્ય સરકારને કેટલાક સવાલો કર્યા હતા


કુલ 22000 જગ્યાઓ ખાલી


ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ એટલે કે 96,194 કુલ જગ્યાઓમાંથી 73 હજાર જેટલા પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવી હોવાની જાણકારી પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં કુલ 22000 જેટલી જગ્યાઓ હાલ ખાલી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સોગંદનામાં સ્વીકાર કર્યો કે સ્ટેટ રિઝર્વ ફોર્સ ની કુલ જગ્યાઓમાંથી 4000 જેટલી જગ્યાઓ પણ ખાલી છે. ત્યારે આ પૈકી પોલીસ વિભાગમાં સાત હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.


હાઈકોર્ટનો સરકારને નિર્દેશ


ગુજરાત હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરતા સરકારે એફિડેવિટમાં જણાવ્યું છે કે, રેલી, સરઘસ અને સભા માટે પણ દિશાનિર્દેશો જાહેર કરાયા છે. અરજદારની માગ પર હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે. કોર્ટે રેલી, સભાઓ અને સરઘસો અંગેનું જાહેરનામું પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે. તે ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ મહિના સુધીમાં રાજ્ય સરકારને એડિશનલ એફિડેવિટ ફાઈલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે 21 ઓગસ્ટના હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?