પેટ્રોલ-ડીઝલ પરના VAT થકી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, જાણો કેટલી કમાણી થઈ?


  • Published By :
  • Published Date : 2023-03-14 15:47:47

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, આ ભાવ વધારાના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી છે. જો કે ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ છે. ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNG પરના સેસમાંથી VAT દ્વારા રૂ. 38,730 કરોડની કમાણી કરી છે. રાજ્ય વિધાનસભામાં નાણાંમંત્રી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. 


રાજ્ય સરકારને અધધધ કમાણી


રાજ્ય વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં એક તારાંકિત પ્રશ્નના જવાબમાં, રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પેટ્રોલ પરના વેટ અને સેસમાંથી રૂ. 11,870 કરોડ, ડીઝલ પર રૂ. 26,383 કરોડ, PNG પર રૂ. 128 કરોડ અને CNG પર રૂ. 376 કરોડની કમાણી કરી છે.


પેટ્રોલ-ડીઝલ પર કેટલો વેટ?


રાજ્ય સરકારે પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ, ડીઝલ પર 14.9 ટકા વેટ અને 4 ટકા સેસ, પીએનજી (કોમર્શિયલ) પર 15 ટકા વેટ, પીએનજી (ડોમેસ્ટિક) પર 5 ટકા વેટ લાદ્યો હતો. તેમણે કહ્યું કે, સીએનજી (હોલ સેલર) પર 15 ટકા વેટ અને સીએનજી (રિટેલર) પર 5 ટકા વેટ છે. નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહને વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યારે ઘરેલું ગ્રાહકો માટે વાહન ઈંધણ તરીકે વપરાતા પીએનજી અને સીએનજી પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 10 ટકા અને 5 ટકા કરવામાં આવ્યો છે.


કેન્દ્ર સરકારે GST વળતર પેટે કેટલી રકમ આપી?


રાજ્ય સરકારને જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી કેટલી રકમ મળી તે અંગે પણ વિધાનસભામાં સવાલ થયો હતો. આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યને 1 જાન્યુઆરી, 2021 થી 31 ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા માટે કેન્દ્ર પાસેથી જીએસટીના તેના હિસ્સા તરીકે રૂ. 21,672.90 કરોડ મળશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારને GSTમાંથી તેનો હિસ્સો રૂ. 4,219 કરોડ મળ્યો છે અને બાકીની રકમ માટે તેને રૂ. 15,036.85 કરોડની લોન મળી છે, જે કેન્દ્ર દ્વારા સેસ ફંડમાંથી ચૂકવવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?