રાજ્ય સરકારની મોટી જાહેરાત, અનધિકૃત બાંધકામ નિયમિત કરવા બહાર પાડ્યો વટહુકમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 18:39:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્ય સરકાર મતદારોને રિઝવવા સતત જાહેરાતો કરી રહી છે. આજે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. આ અંગે વાઘાણીએ કહ્યું કે, નિયમોનું ઉલ્લંઘન ન થાય અને જનતાને ફાયદો થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 1-10-2022 પહેલાંના બાંધકામોને જ સરકારની આ જાહેરાતનો લાભ મળશે. શહેરી વિસ્તારોમાં આ નિર્ણય લાગુ થશે. મંત્રી વાઘાણીએ  વધુમાં કહ્યું કે, રેરાના કાયદાના કિસ્સામાં આ વટહુકમ લાગુ નહીં પડે. 


સરકારના આ નિર્ણયથી કોને ફાયદો થશે?


રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે ઇમ્પેક્ટ ફી ભરીને અનધિકૃત બાંધકામને અધિકૃત કરી શકાશે. 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને  ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે. આ માટે 50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. 50થી 100 ચો.મીટર સુધી 6 હજાર ફી, 100થી 200 ચો.મીટર સુધી 12 હજાર ફી નિયત કરાઈ છે. 50 ચો.મીટર માટે 3 હજાર ફી નિયત કરાઈ છે. આંતર માળખાકીય સવલતો માટે મળેલી ફીની રકમનો ઉપયોગ થશે. આ વટહુકમ હેઠળ રહેણાંક સિવાયના કોમર્શિયલ બિલ્ડિંગના બાંધકામને નિયમિત કરવા માટે બમણો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ માટેની તમામ પ્રક્રિયા ઓનલાઈન ઈ-નગર પોર્ટલ પર થઈ શકશે. આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને બાંધકામ નિયમિત કરતો વટહુકમનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. રેરા સિવાયના બાંધકામોને સરકારના નિર્ણયથી ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ઈમ્પેક્ટ ફીનો કાયદો ગુજરાત સરકાર ત્રીજી વખત લાવી છે.


વટહુકમ અંગે શું કહ્યું જીતુ વાઘાણીએ?


સરકારના આ વટહુકમ અંગે વિગતો આપતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મોટા પાયા પર અનઅધિકૃત બાંધકામો અને બી.યુ. પરવાનગી વગરનાં બાંધકામોને દૂર કરવા, તોડી પાડવા કે ફેરફાર કરવાથી, અસંખ્ય માણસો ઘર વિનાના અને આજીવિકાના સાધન વગરના થવાની સંભાવના છે તથા કાયદો અને વ્યવસ્થા બગડવાની સંભાવના સાથે સાથે સામાન્ય માણસને મુશ્કેલી પડી શકે છે. સમાજની આર્થિક અને સામાજિક વ્યવસ્થા પર પણ વિપરિત સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્યના લાખો પરિવારોને આવાસ-સુરક્ષા આપવા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વટહુકમ-2022નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.  તેમણે વધુમાં જણાવ્યું કે, અનેક લોકો ગેરકાયદેસર રહેતા હોય છે. આથી આવા લોકોએ વહેલામાં વહેલી તકે પોતાની મિલકત કાયદેસર રજિસ્ટર કરાવી દેવી જોઈએ. આ માટે આવતીકાલથી અરજી અને ઓનલાઈન ફી ભરી શકાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?