ગુજરાત કેડરના 6 આઈએએસની બદલીના આદેશ અપાયા છે. સરકાર વહીવટી કારણોસર સમયાંતરે આઈએસની બદલીના આદેશ આપતી હોય છે ત્યારે આજે વધુ છ આઈએએસની બદલીના આદેશ આપ્યા છે. સચિવાલયના 6 આઈએએસ અધિકારીઓને મદદનીશ કલેક્ટર તરીકે ગુજરાતના વિવિધ વિભાગમાં નિયુક્તિ કરાઈ છે.
IAS મિસ કંચનને વીરમગામના મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. IAS મિસ કંચન અગાઉ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા.
IAS મિસ નતિશા માથુરની અંકલેશ્વરના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલય ખાતે શહેરી વિકાસ વિભાગમાં અંડર સેક્રેટરી સેવા આપતા હતા.
IAS યુવરાજ સેદ્ધાર્થની પાલિતાણાના મદદનીશ કલેક્ટj તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં પંચાયત વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા.
IAS જયંત કિશોર માનકલેને હિંમતનગરના મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા.
IAS દેવાહુતીની ગોંડલના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા.
IAS યોગેશ શિવકુમાર કપાસેની ડભોઈના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના મહેસૂલ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા.