ગટર સફાઈ કામદારના મોત મામલે હાઈકોર્ટમાં ભૂલ ભરેલી માહિતી રજૂ કરાઈ, 10 જુલાઈએ થશે વધુ સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-06-21 21:16:15

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં થતા ગટર સફાઈ કામદારોના અવારનવાર થતાં મોત, શારીરિક રીતે થતું ગટર સફાઈનું કામ રોકવા અને તેમના આવા કાર્ય દરમિયાન મૃત્યુ બાદ ચૂકવવાના વળતર અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જે કામદારો ગટરની સફાઈ કરવા ઉતરવા જતા મોતને ભેટ્યા હોય તેવા કામદારોની યાદી હાઇકોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. આ એ કામદારો છે જેમને વળતર ચૂકવવાનું બાકી હતું. જાણીતી સ્વૈચ્છિક સંસ્થા માનવ ગરીમાં દ્વારા કરાયેલી આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.


11માંથી માત્ર 6 કામદારોના પરિવારને જ વળતર ચૂકવાયું


ગુજરાત હાઇકોર્ટના 18 એપ્રિલના હુકમ સંદર્ભે ગુજરાત સરકારમાં સફાઈ કામદાર વિકાસ નિગમના ઇન્ચાર્જ ડિરેકટર નૈનાબેન શ્રીમાળીએ એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં તેમના દ્વારા જણાવાયું હતું કે, 30 એપ્રિલે તેમના દ્વારા હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં 26 ભોગ બનનાર કામદારોના પરિવારમાંથી 11ને વળતર ચૂકવાયું છે. પરંતુ હકીકતમાં પાંચ પરિવારને જ વળતર ચૂકવાયું હતું. આ ભૂલ ટાઈપિંગ એરરને લીધે થઈ છે. ઉપરાંત અગાઉની એફિડેવિટમાં ભોગ બનનાર 11માંથી 6 પરિવારને વળતર ચૂકવાયું હોવાનું જણાવાયુ છે. જેની પણ ચકાસણી જરૂરી છે.


આ મામલે વધુ સુનાવણી 10 જુલાઈએ 

આ કેસમાં માનવ ગરીમાં સંસ્થા દ્વારા 14 જૂને હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં જે બહેનોને રકમ ન મળી હોય તેમનું પણ સોગંદનામું કરાયું હતું. આથી નૈના શ્રીમાળીએ કોર્ટની માફી માંગી હતી. આ સાથે જ હાઇકોર્ટે આ મુદ્દે વધુ સુનાવણી 10 જુલાઈએ નક્કી કરતા સરકાર ભોગ બનનાર પરિવારોને તે પહેલાં વળતર ચૂકવી દેશે તેમ કોર્ટને જણાવ્યું હતું.


હાઈકોર્ટે રાજ્ય સરકારને કરી હતી ટકોર


હાઇકોર્ટે 1 મેના રોજ થયેલી સુનવણીમાં જણાવ્યું હતું કે, સરકારની જવાબદારી છે કે ગટર કામદારો દ્વારા શારિરીક રીતે થતું કામ સદંતર બંધ થાય. જો આવી કોઈ ઘટના ઘટે તો મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશ્નર, નગર પાલિકામાં ચીફ ઓફિસર તથા ગ્રામ પંચાયતનાં સરપંચ સીધી રીતે જવાબદાર હશે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટે સરકારને આ મુદ્દે 19 જૂન સુધી વિગતવાર જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો. સાથે જ 19 જૂન સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખવા પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. ત્યારે અત્યાર સુધીમાં આવો એક પણ બનાવ કોર્ટ સમક્ષ આવ્યો નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?