ગુજરાત સરકારે બહાર પાડ્યો પરિપત્ર, કર્મચારીઓને હવે Jioના નંબર વાપરવા માટે કરી જાણ


  • Published By :
  • Published Date : 2023-05-08 20:21:53

ગુજરાત સરકારના કર્મચારીઓના સ્માર્ટ ફોનમાં હવે Jio ટ્યુન સાભળવા મળશે. ગુજરાત સરકારે અચાનક જ એક પરિપત્ર જાહેર કરીને તાત્કાલિક અસરથી ટેલિકોમ કંપનીને બદલવાનો આદેશ આપ્યો છે. સરકારે કર્મચારીઓને હવે Jioના નંબર વાપરવા માટે જાણ કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી સરકારી કર્મચારીઓ વોડાફોન-આઈડિયા  કંપનીના પોસ્ટપેઈડ કનેક્શન વાપરતા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે સરકારી કર્મચારીઓને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડ કરનારી કંપની બદલાશે પણ જુના નંબરો યથાવત રહેશે એટલે કે તે નંબરો બદલાશે નહીં.


કર્મચારીઓને શું લાભ થશે?


સરકારે એક પરિપત્ર બહાર પાડીને હવે Jioના નંબર વાપરવા માટે કર્મચારીઓને જાણ કરી છે. એ મુજબ સરકારી કર્મચારીઓ માત્ર 37.50ના મંથલી રેન્ટલ પર Jioનો CUG પ્લાન લઈ શકશે. જેમાં 60 સેકન્ડની પલ્સ રેટ રહેશે. કોઈ પણ મોબાઈલ ઓપરેટર કે લેન્ડલાઈન પર ફ્રી કોલિંગ અને 3 હજાર SMS ફ્રી રહેશે. ત્યાર બાદ પ્રતિ SMSના 50 પૈસા ચાર્જ લાગશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય SMS કરવા પર 1.25 રૂપિયાનો ચાર્જ લાગશે.


સરકારી કર્મચારીઓને પ્રતિ માસ 30 જીબી 4જી ડેટા વાપરવા મળશે. જોકે પ્લાનમાં એડ કરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય 60 જીબી 4જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. 4જીનો અનલિમિટેડ ડેટાનો પ્લાન લેવો હોય તો કર્મચારીઓ માસિક 125નો પ્લાન એડ કરાવવો પડશે.


રિલાયન્સ Jioનો 30 જીબી 5જી ડેટા વાપરવા માટે કર્મચારીઓ 25 રૂપિયા ખર્ચવા પડશે. 60 જીબી 5જી ડેટા વાપરવો હોય તો 62.50નો પ્લાન એડ કરવો પડશે,. ઉપરાંત અનલિમિટેડ 5જી ડેટા વાપરવા માટે મંથલી 125નો ખર્ચવા પડશે.


મોબાઈલ સર્વિસ માટે સરકારે બહાર પાડ્યું હતું ટેન્ડર


ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે 3 નવેમ્બરે એક ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટના સચિવાલય સહિતના કર્મચારીઓ અને અધિકારી માટે મોબાઈલ ફોન સેવા માટે એક ઓપન ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં રિલાયન્સ Jio ઈન્ફોકોમે અમદાવાદ દ્વારા બે વર્ષ માટે આ બીડ કરાઈ હોવાનું શરતોમાં સામેલ છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.