રાજ્ય સરકાર ચોમાસુ સત્રમાં લાવશે ગુજરાત કોમન યુનિવર્સિટીઝ એક્ટ, જાણો કાયદામાં શું છે જોગવાઈ


  • Published By :
  • Published Date : 2023-07-26 16:41:24

રાજ્ય સરકાર આગામી ચોમાસુ સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ વિધાનસભામાં રજુ કરશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આ કાયદાને લઇને આગામી સમયમાં ગુજરાત સરકાર ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ - કોમન એક્ટ રજૂ કરશે. કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ શરુ કરવા હાલ દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક,આંધ્રપ્રદેશ રાજયોમાં યુનિવર્સિટી કોમન એકટ બનાવવામાં આવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે હવે, ન્યુ એજ્યુકેશન પોલિસી (NEP) -2020 હેઠળ તમામ યુનિવર્સિટીઓમાં એક સરખા માળખા અને કાર્યપદ્ધતિના અમલ માટે ગુજરાતમાં એક સમાન કાયદો અનિવાર્ય છે. જે માટે રાજ્યની યુનિવર્સિટીઓ માટે કોમન પબ્લિક યુનિવર્સિટી એક્ટ હોવો અનિવાર્ય અને જરૂરી પણ છે. અત્રે ઉલ્લેખનિય છે જમાવટે પણ અગાઉ રિપોર્ટ આપ્યો હતો જેમાં જણાવાયું હતું કે સરકાર કોમન યુનિવર્સિટી એક્ટની દિશામાં આગળ વધી રહી છે.


કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારને બદલે મંગળવારે યોજાયેલી મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. જે અંગે માહિતી આપતાં સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને કેન્દ્ર સરકારની રેગ્યુલેટરી બોડીઝ જે પ્રમાણે નીતિઓ ઘડે છે, તે પ્રમાણે સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા ઘણા ઠરાવ અને નોટિફિકેશન્સ બનાવાય છે. જેનો અમલ રાજ્યની યુનિવર્સિટીઓમાં સમયાંતરે થાય તે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.


બોર્ડ ઓફ મેનેજમેન્ટની થશે રચના


કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP) 2020ના મુખ્ય મુદ્દાઓનું રાજ્યની યુનિવર્સિટીમાં અમલીકરણ થાય તે મુજબ યુનિવર્સિટી ઉદ્દેશો, સત્તાઓ અને ફરજો માટે જોગવાઈ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જોડાણો, ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને એન્ટરપ્રાઇઝ જેવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના મહત્વના મુદ્દાઓની કામગીરી કરવા માટે સત્તાધિશોની નિમણૂક માટેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ વાઈસ ચાન્સેલર તેમજ અન્ય ઓફિસર્સની નિમણૂક માટેના જે ધોરણો દર્શાવેલા છે, તે રાજ્યની તમામ યુનિવર્સિટી માટે પણ સમાન છે. આમ, યુનિવર્સિટીના તમામ અધિકારી અને સ્ટાફની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના ધોરણો પ્રમાણે કરવી જરૂરી બને છે. યુનિવર્સિટીના સંચાલન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવા અંગેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે યુનિવર્સિટી ખાતે બોર્ડ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોગવાઈ નથી. તે જ યુનિવર્સિટીઓનો આ એક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. રાજ્ય સરકારને કોઈપણ જોગવાઈઓના પાલન માટે જરૂરી હોય તેમ સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા પણ હશે.


શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તા જળવાશે


આ નવા સૂચિત એક્ટમાં જરૂરિયાત મુજબ વધુ સંખ્યામાં અધિકારીઓ, બોર્ડ, સમિતિ, કાઉન્સિલની જોગવાઈઓ ઉપરાંત અસરકારક નિયમો અને નિયમન સાથે નવી કાઉન્સિલ, કમિટીઓ પણ ઉમેરવામાં આવી છે. આ એક્ટના અમલથી સંશોધન- સઘન અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. યુજીસીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને તેની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્તા પૂરી પાડવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?