રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે આ 5 કંપનીઓને 1.99 લાખ હેક્ટર જમીન ફાળવી


  • Published By :
  • Published Date : 2023-04-28 19:17:30

ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતની ભાજપ સરકારે ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીના ડ્રાફ્ટને મંજૂરી આપી છે. તેમાં પ્રાઈવેટ સેક્ટરની પાંચ મોટી કંપનીઓ માટે 1.99 લાખ હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ કંપનીઓને બીજા ઈન્સેન્ટિવ પણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જમીન 40 વર્ષના ભાડાપટ્ટે  તમામને ફાળવવામાં આવશે. 15 હજાર પ્રતિ હેક્ટરના દરે જમીનની ફાળવણી કરાશે અને ભાડા પેટ જમીન ફાળવણીથી સરકારને રૂપિયા 300 કરોડની આવક થશે.


કઈ કંપનીને કેટલી જમીન ફાળવાઈ?


રાજ્ય સરકાર તરફથી ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ માટે કેટલીક પ્રાઈવેટ કંપનીઓને કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. તેમાં રિલાયન્સ ન્યુ એનર્જી લિમિટેડને 74,750 હેક્ટર, અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 84,486 હેક્ટર, ટોરેન્ટ પાવર લિમિટેડને 18,000 હેક્ટર, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાને 14,393 હેક્ટર અને વેલસ્પન ગ્રૂપને 8,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે.


સરકાર 5 કંપનીઓ પાસેથી લેશે ડિપોઝિટ 


રાજ્ય સરકાર ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ ક્ષેત્રે કાર્યરત આ પાંચ કંપનીઓ પાસેથી 2998 કરોડ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેશે. પ્રસ્તાવિત જમીન પર ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરીને કુલ 99,814 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે તેવી શક્યતા છે. જેની સાથે 39.95 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે તેમ સરકારી આંકડા દર્શાવે છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?