રાજ્ય સરકાર યોજશે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી પરીક્ષા, સપ્ટેમ્બરમાં આવશે ભરતી કેલેન્ડર


  • Published By :
  • Published Date : 2023-06-06 12:57:03

ગુજરાતમાં સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે આનંદના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે 10 વર્ષના ભરતી કેલેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારોની નિમણૂક કરી શકાય. સરકાર આગામી 10 વર્ષ એટલે કે 2033 સુધીમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતીની પરીક્ષા યોજશે. આ મામલે હાલ સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગ વચ્ચે ચર્ચા-વિચારણા ચાલી રહી છે.  


સપ્ટેમ્બર મહિનામાં ભરતી કેલેન્ડર આવશે


રાજ્ય સરકાર સરકારના વિવિઘ વિભાગો માટે સપ્ટેમ્બર મહિનામાં ભરતી કેલેન્ડર બહાર પાડશે. રાજ્ય સરકારે આગામી 10 વર્ષના ભરતી કેલેન્ડરને અગાઉ મંજૂરી આપી છે. સરકારના ઘણાં એવા વિભાગો છે જેમાંથી કર્મચારીઓ નિવૃત્ત તો થાય છે, પણ તેની સામે નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. આ કારણસર આ વિભાગોમાં કામનું ભારણ વધે છે. તાજેતરમાં જ સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે, ગુજરાત સરકારના પંચાયત વિભાગમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓની ઘટ છે. જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી બે વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગમાં 10 હજાર લોકોની ભરતી કરાશે. રાજ્ય સરકારે પંચાયત વિભાગમાં 15000 કર્મચારીઓની ભરતી કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે જે પૈકી બે વર્ષમાં તબક્કાવાર 10 હજારની ભરતી કરવામાં આવશે.


સરકારના આ વિભાગોમાં થશે ભરતી


રાજ્યના વિભાગો જેવાં કે ગૃહ, શિક્ષણ, આરોગ્ય, સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, પંચાયત, કાયદો અને ન્યાય, ઉદ્યોગ, સામાજીક ન્યાય, ઊર્જા, નાણાં, વન અને પર્યાવરણ તેમજ માર્ગ-મકાનમાં હજારો જગ્યા ખાલી છે. પ્રતિવર્ષ 13000 થી થી 16000 કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે જેની સામે ભરતીનું પ્રમાણ માત્ર 15 થી 20 ટકા છે, પરિણામે મોટાભાગની જગ્યાઓ ખાલી પડે છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ગાંધીનગરમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી નિમણૂક પામેલા હેલ્થ વર્કરને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.