થોડા દિવસો પહેલા H-TAT મુખ્ય શિક્ષકો પોતાની માગ સાથે ગાંધીનગર આવ્યા. આમરણ ઉપવાસ પર બેઠા હતા. શિક્ષકો આંદોલન કરે એના થોડા સમય પહેલા શિક્ષણ મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે ટૂંક સમયમાં નિયમો જાહેર કરવામાં આવશે. ત્યારે ગુરૂપૂર્ણિમા નિમીત્તે સરકારે શિક્ષકોને મોટી ભેટ આપી છે.. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ આ અંગેની માહિતી આપી છે.
ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કર્યું હતું આંદોલન
ગાંધીનગરમાં થોડા સમય પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું...કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ તેમની હતી. અનકે વખત તેમણે સરકાર સુધી પોતાની વાત રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ સરકારને જાણે તેમનો અવાજ સાંભળવો જ ન હોય તેવું લાગ્યું.. પોલીસ સાથે ઘર્ષણ થયાના અનેક વીડિયો આપણી સામે આવ્યા. આંદોલન બાદ સરકાર દ્વારા શિક્ષકોની ભરતીને લઈ જાહેરાત કરવામાં આવી. તે બાદ મુખ્ય શિક્ષકો બદલીના નિયમો સહિતની અનેક પડતર માગ સાથે આંદોલન કરવા ગાંધીનગર પહોંચ્યા હતા.
સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે અનેક નિર્ણયો..
આમરણ ઉપવાસની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે સરકાર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.. મહત્વનું છે કે સરકાર દ્વારા એવા અનેક નિર્ણયો છેલ્લા થોડા સમયમાં લેવામાં આવી રહ્યા છે જેની પ્રશંસા થવી જોઈએ.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં કહેજો...
ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ..
— Dr. Kuber Dindor (@kuberdindor) July 20, 2024
માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. #DrKuberDindor #EducationDecision #GuruPurnima #ShalaPraveshotsav2024 #Education… pic.twitter.com/r5YTsbWiKS