વિનાશક ચક્રવાત બિપોરજોય ગુજરાતને ધમરોળીને પસાર થઈ ગયું. જો કે આ વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે. જે નાગરિકો ભયજનક વિસ્તારમાં હતા તેમને સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવામાં આવતા તેમની રોજી-રોટી પણ બંધ થઈ ગઈ હતી. જો કે હવે આ લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.
8 હજાર લોકોને 5 દિવસ માટે કેશડોલ
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં બિપોરજોય ભારે પ્રમાણમાં તબાહી મચાવી છે, ત્યારે રાજ્ય સરકારે વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ 8 હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવવાની જાહેરાત કરી છે. સરકાર આ લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુ મળી રહે માટે કેશડોલની રકમ ચૂકવશે. જેમાં પુખ્ય વયના નાગરિકોને રૂપિયા 100 જ્યારે બાળક દિઠ રૂપિયા 60 પ્રતિદિનનું ચૂકવણું કરવામાં આવશે. આ રકમ પાંચ દિવસ સુધીની જ ચૂકવવાની રહેશે. આ કેશડોલની રકમ નાગરિકોના બેન્ક ખાતામાં સીધી જ જમા કરાવવામાં આવશે. હાલ વાવાઝોડાથી થયેલા નુકશાનના કારણે મુશ્કેલ હોય તે રકમ રોકડેથી ચૂકવવામાં આવશે.