સરકાર પાક નુકસાની માટે વળતર નહીં આપે? માવઠા અંગે થયેલા સર્વેમાં કરાયો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-08 12:58:59

રાજ્યમાં થયેલા માવઠાના કારણે ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો પાક નુકસાની માટે સરકાર તરફથી વળતરની આશા રાખી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ સરકારે ખેડૂતોને થયેલા નુકસાના અંગે સર્વે કરાવવાની પણ સુચના આપી હતી. સરકારના આદેશ બાદ કૃષિ વિભાગે માવઠાથી પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી હતી અને સરકારને સર્વેની વિગતવાર જાણકારી આપી હતી.


સર્વે રિપોર્ટમાં શું કહ્યું છે? 


રાજ્યમાં ગત દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. રાજય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. સર્વે રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુક્શાની ન હોવાના કારણે વળતર ચુકવણી નહીં થાય.


14 જિલ્લાના 50 તાલુકાઓમાં માવઠું


અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમા કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 1મી.મી.થી 28મી.મી. સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકસાની થઈ હોવાની શક્યતા પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા આદેશ આપ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.