છેલ્લા ઘણા સમયથી પોલીસ પોતાના ગ્રેડ પે મુદ્દાને લઈ સરકાર વિરૂધ આંદોલન કરી રહી હતી.આંદોલન સમેટવા રાજ્ય સરકારે પોલીસની માંગણી સ્વીકારતા એફિડેવિટ કરવાની શરત મુકી હતી. જેને લઈ નારાજ થયેલા પોલીસે સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી હતી. આંદોલન ઉગ્ર ન બને તે માટે રાજ્ય સરકારે નિયમોમાં ફેરબદલ કર્યા છે. હવે પગાર વધારા માટે પોલીસ કર્મચારીઓને કોઈ એફિડેવિટ આપવું નહીં પડે.
આંદોલન ઠારવા સરકારનો પ્રયાસ
પોલીસે એફિડેવિટ આપવાનો ઈન્કાર કર્યો જેને કારણે છેવટે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. એ અંતર્ગત હવે પોલીસ કર્મચારીઓએ કોઈ એફિડેવિટ નહીં આપવું પડે. અગાઉના ઠરાવ પ્રમાણે ફિક્સ રકમ સ્વિકાર્યા બાદ અન્ય કોઈ લાભ તેમણે નહીં મળે. જેનો પોલીસ કર્મચારીઓએ ભારે વિરોધ કર્યો હતો.
ગૃહવિભાગે બહાર પાડ્યો નવો પરિપત્ર
ચૂંટણી સમયે આ મુદ્દાનો લાભ રાજકીય પાર્ટી ના લઈ જાય
તે માટે અંતે ગૃહવિભાગે નવો પરપત્ર બહાર પાડી જૂના ઠરાવમાં
ફેરફાર કર્યા છે. સરકાર દ્વારા
કરાયેલા ફેર બદલને કારણે પોલીસ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.