રાજ્યપાલે પરત મોકલેલું બિલ વિધાનસભામાં સરકારે પરત લીધું, વિધેયક પાછુ ખેંચવા અનુમતિ પ્રસ્તાવ માગ્યો
આંદોલન સિવાય સાંભળતી જ નથી સરકાર
કૉંગ્રેસના નેતાઓએ સરકાર બિલ લઈને આવી ત્યારે જ ચર્ચા કરીને સુધારાની માંગણી કરી હતી, પણ સરકારે સાંભળ્યું નહીં અને હવે માલધારીઓએ વિરોધ કર્યો તો બિલ વિધાનસભામાં પરત તો લીધું પણ રાજ્યસરકારના પ્રવક્તાએ કૉંગ્રેસ પર જ પ્રહારો કર્યા, કહ્યું કે કૉંગ્રેસનો લોકો સાથે સંપર્ક નથી રહ્યો
હવે બીજા મુદ્દા માટે આંદોલન ચાલુ છે
'ડોશી મરે એનો વાંધો નથી પણ જમ ઘર ના ભાળી જવો જઈએ' આવુ માનવા વાળી ભાજપ આંદોલનોમાં ભરાઈ ગઈ છે, કેમ કે હવે બધા જ આ પ્રેશર ટેકનીક સમજી ગયા છે, માલધારીઓ હવે ગીર-બરડા-આલેચના માલધારીઓેને એસ.ટી સર્ટીફીકેટના મામલે જંગે ચડ્યા છે, અન ેઆ મામલે તો સરકાર એક પણ બાજુ જઈને નિર્ણય લઈ શકે એમ નથી, એ સિવાય ગૌચર ખાલી કરાવવા, વસાહતો આપવી, વસ્તિ આધારીત ગણતરી જેવી માગો તો બાકી જ છે.