વિપુલ ચૌધરી બાદ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા સાણસામાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 10:04:15

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ મોટી વાતો સામે આવી રહી છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ વિપુલ ચૌધરીના ગાંધીનગરના બંગલેથી તેની ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરી પર 800 કરોડથી વધુનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. 


શંકરસિંહ બાપુ અને અર્જુન મોઢવાડિયાને સમન્સ  

શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોર્ટે સમન્સ પાઠવી 6 ઓક્ટોબરે હાજર રહેવાનો આદેશ કર્યો છે. જે તે સમયે મહારાષ્ટ્રમાં સાગર દાણ મોકલવાની ભલામણ શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ કરી હતી. શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને સરકારી વકીલે મહેસાણા કોર્ટમાં હાજર રહેવાની જાણ કરી છે. 



વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?

દૂધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 800 કરોડથી વધુ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. 


વિપુલ ચૌધરીની ધરપકડથી ચૌધરી સમાજ નારાજ 

વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજથી આવે છે. તેઓ ચૌધરી સમાજમાં મોટી વગ ધરાવે છે. તેમની ધરપકડ થવાના કારણે ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપુલ ચૌધરીની ધરપકડથી નારાજથી ચૌધરી સમાજના અનેક આગેવાનોએ રાજીનામા આપી દીધા છે. 


વિપુલ ચૌધરીને અવાજ ઉંચો કરવાની સજા?

વિપુલ ચૌધરી વર્તમાન ભાજપ સરકારથી નારાજ છે. મહેસાણાની દૂધ સાગર ડેરી પરથી સત્તા ગુમાવ્યા વિપુલ ચૌધરીએ મહેસાણા, બનાસકાંઠા, પાટણ ખાતે સભાઓ યોજી હતી અને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતની રાજનીતિમાં શાંતિ જાળવી રાખવા માટે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


વિપુલ ચૌધરીએ 2005થી 2016ના સમયગાળા દરમિયાન સમયાંતરે મોટી ગેરરીતિ આચરી હોવાના સમાચારો મળી રહ્યા છે જેના આધારે એસીબીએ વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?