લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન કરવામાં આવી ગયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે 5 વિધાનસભા ચૂંટણી માટે પણ પેટા ચૂંટણી થવાની છે. ભાજપ દ્વારા ગુજરાત માટે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે જ્યારે 4 બેઠકો માટે નામની જાહેરાત નથી કરવામાં આવી. ચાર બેઠકો માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. જે ચાર બેઠક પર ઉમેદવાર નથી જાહેર કરવામાં આવ્યા તે બેઠક છે મહેસાણા, અમરેલી, જૂનાગઢ તેમજ સુરેન્દ્રનગર.એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. દિલ્હી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ ઉપસ્થિત હતા.
ભાજપ દ્વારા 22 ઉમેદવારોના નામની કરવામાં આવી છે જાહેરાત
દર પાંચ વર્ષે આપણે લોકશાહીનો ઉત્સવ ઉજવતા હોઈએ છીએ.પાંચ વર્ષે ઈલેક્શન યોજાય છે અને પછી લોકો દેશના વડાપ્રધાનને નક્કી કરે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ગઈ છે અને ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ તરફથી માત્ર 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ એક ઉમેદવારે પોતાનું નામ પાછું ખેચી લીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજ સાંજ સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે અને તેમાં ગુજરાતની 4 બેઠકોનો સમાવેશ હશે. ચાર બેઠકો પર કોને ઉમેદવાર બનાવવા તે માટે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવ્યું હતું અને આજે ઉમેદવારો જાહેર ભાજપ કરી શકે છે.
કોને ક્યાંથી મળી શકે છે ટિકીટ?
જો ઉમેદવારોના નામની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ચારમાંથી બે બેઠકો પરથી ભાજપ મહિલા ઉમેદવારને ઉતારી શકે છે. મળતી માહિતી અનુસાર અમરેલી, મહેસાણા બંન્નેમાંથી એક બેઠક પર મહિલા ઉમેદવારો હશે જ્યારે કડવા પાટીદાર ચહેરાને અમરેલીથી ઉતારવામાં આવશે. તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મહેસાણાથી લેઉવા પાટીદાર ઉમેદવાર હોઈ શકે છે.આ તો માત્ર અનુમાન છે સત્તાવાર જાહેરાત થાય તે બાદ ખબર પડે કે ભાજપે કોને ટિકીટ આપી છે.